બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટને 2019ની સૌથી સેક્સી એશિયાઈ મહિલા અને દિપીકા પાદુકોણને પુરા દશકની સૌથી સેક્સી મહિલા તરીકે પસંદ કરવામાં આવી છે. લંડનમાં બુધવારે ઈસ્ટર્ન આઈ દ્વારા આયોજિત એક ઓનલાઈન વોટિંગ કરવામાં આવ્યું હતું અને એના પર આ તાજ પહેરાવવામાં આવ્યો છે.
આલિયાને ગલી બોય ફિલ્મને લઈ ખુબ ફાયદો થયો. આલિયાને આટલા બધા બહોળા પ્રમાણમાં વોટ મળ્યા એની ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, મારુ હંમેશા એવું માનવું છે કે સાચી સુંદરતા જે દેખાય છે એનાથી કેટલીય વધારે હોય છે. અને એ જ વધારે મહત્વ ધરાવે છે.
આગળ આલિયા બોલી કે, જ્યારે આપણે ઘરડા થઈ જશું તો ત્યારે સમય સાથે દેખાવમાં ફેરફાર આવવાનો છે. પરંતુ તમારૂ દિલ જો સુંદર હશે તો એમાં કોઈ ફરક નહીં પડે. અને આપણે બધાએ એમાં જ ધ્યાન આપવું જોઈએ. ઓનલાઈન વોટ અને મીડિયા કવરેજના આધાર પર સેક્સિયસ્ટ એશિયન ફિમેલ નક્કી કરવામાં આવે છે કે જેમાં આલિયાએ બાજી મારી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.