વર્તમાન સમયમાં મોંઘવારી એટલી વધી ગઈ છે કે, મધ્યમ અને ગરીબ વર્ગના વ્યક્તિને જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે. તો બીજી તરફ યુક્રેન અને રશિયા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને ખાદ્ય તેલના ભાવો પણ વધી રહ્યા છે. કારણ કે, આ યુદ્ધને લઈ ખાદ્ય.તેલની જે બજાર છે તેના પર ખૂબ જ મોટી અસર પડી છે. છેલ્લા ત્રણ મહિનામાં ખાદ્ય તેલના ભાવમાં 200 રૂપિયાથી લઈને 600 રૂપિયા જેટલો ભાવ વધારો જોવા મળ્યો છે. મહત્વની વાત છે કે જ્યારથી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારથી પામ તેલના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે અને પામ તેલના ભાવ વધતા ફરસાણ ઉદ્યોગ અને નમકીન ઉદ્યોગને પણ ખૂબ જ મોટો ફટકો પડ્યો છે. 50 ટકા જેટલી ભાવ વધારાની અસર ઉદ્યોગો પર પડી છે. રશિયાને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે સનફ્લાવર તેલમાં 500થી 600 રૂપિયાનો ભાવ વધારો થયો છે.અને કપાસિયા તેલમાં 300થી 400 રૂપિયાનો ભાવ વધારો થયો છે અને સીંગતેલમાં 400 રૂપિયા જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
રાજકોટ શહેરના તેલના વેપારી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે એપ્રિલ મહિનામાં તમામ ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થયો હતો પરંતુ આજે ખાદ્યતેલના ભાવ 2800 સુધી પહોંચી ગયા છે અને આ ભાવ અત્યાર સુધીનો ખૂબ જ વધારે ભાવ માનવામાં આવી રહ્યો છે અને હાલના તબક્કે ખાદ્ય તેલ એક્સપોર્ટ કરવામાં આવતું નથી પરંતુ બહારથી લાવવામાં આવે છે અને યુદ્ધ બાદ દરેક પ્રકારના તેલમાં 200 રૂપિયાથી લઈને 600 રૂપિયા જેટલો ભાવ વધારો જોવા મળ્યો છે.
ફેબ્રુઆરી મહિનામાં સિંગતેલનો ભાવ 2241, કપાસિયા તેલનો ભાવ 2300, પામોલીન તેલનો ભાવ 2040, સોયાબીન તેલનો ભાવ 2270, સનફ્લાવર તેલનો ભાવ 2075 અને મકાઈના તેલનો ભાવ 2075 હતો પરંતુ 31 મેમીની સ્થિતિએ સિંગતેલનો ભાવ 2740, કપાસિયા તેલનો ભાવ 2600, પામોલીન તેલનો ભાવ 2270, સોયાબીન તેલનો ભાવ 2520, સનફ્લાવર તેલનો ભાવ 2560 અને મકાઈના તેલનો ભાવ 2275 રૂપિયા નોંધાયો છે એટલે કે તેલના ભાવમાં 200થી લઈને 600 રૂપિયા જેટલો ભાવ વધારો જોવા મળ્યો છે અને ભાવ વધારો અત્યાર સુધીનો હાઈએસ્ટ ભાવ વધારો છે.
વેપારીઓનું કહેવું છે કે, યુદ્ધના કારણે સનફ્લાવર તેલ પૂરતા પ્રમાણમાં ઈમ્પોર્ટ થઈ શકતું નથી અને બે મહિના સુધી સનફ્લાવર તેલ નહિવત જેટલું આવી રહ્યું છે અને તેના કારણે આજે આ તેલના ભાવ વધારે જોવા મળી રહ્યા છે. વેપારીઓ વધુમાં જણાવ્યું હતું કે, મોટાભાગે મલેશિયાથી પામોલીન તેલ આયાત કરવામાં આવે છે પરંતુ પામોલીન કરતાં સિંગતેલના ભાવ ઓછા હોવાની આ પ્રથમ ઘટના યુદ્ધના કારણે છે અને જો હજુ પણ આવી પરિસ્થિતિ રહી તો આગામી સમયમાં હજુ તેલના ભાવમાં વધારો જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે.
એ પણ માહિતી મળી રહી છે કે, ઓફ સિઝનમાં સીંગતેલનો નિકાસ થતા સિંગતેલના ભાવમાં વધારો થયો છે. મોંઘવારી અને ફુગાવાને કાબૂમાં લેવા માટે સરકારે ખાદ્યતેલના ભાવ ઘટે માટે આયાત કરવાની છૂટ આપવાની જરૂર છે. સરકારે સોયાબીન અને સૂર્યમુખીના તેલ પર આયાત ડ્યુટી માફ કરતા તેલના ભાવમાં ઘટાડો થયો હતો. તો બીજી તરફ ચીનમાં ઓફ સિઝન હોવા છતાં સીંગતેલની નિકાસ થઇ રહી છે અને સૌરાષ્ટ્રમાં સિંગતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.અને એક અઠવાડિયામાં સૌરાષ્ટ્રના તેલની મિલ ધરાવતા લોકોએ 300 કન્ટેનર એટલે કે 6 હજાર ટન સીંગતેલનો નીકાસ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.