ભાજપના નેતા પરબત પટેલ ની કથિત અશ્લીલ ક્લિપ વાયરલ કરનાર બે આરોપીઓની અટકાયત ,જાણો નામ…

ગુજરાત રાજ્યના બનાસકાંઠા થી ભાજપના સાંસદ અને ભાજપના આગેવાન એવા પરબત પટેલની સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચી ગયો હતો.પટેલનો દાવો છે કે, તેમના ફોટા સાથે એડિટિંગ કરી ખોટો વીડિયો બનાવવામાં આવ્યો છે. તો તેમના પુત્ર શૈલેષ પટેલે થરાદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી આરોપ લગાવ્યો કે,આ કલીપનાં નામે ખંડણી માંગવામાં આવી હતી. આ કેસમાં પોલીસે મધાભાઈ પટેલ અને મુકેશ રાજપુત નામના બે શખ્સોની અટકાયત કરી . એફ.એસ.એલ.ની મદદથી બન્ને શખ્સોના મોબાઈલ ડીટેલ પાસે ચાલી રહી છે.

https://www.youtube.com/watch?v=sR2zcFddoB8&t=91s

ગુજરાત ભાજપના ટોચના નેતા પરબત પટેલ ની સેક્સ વીડિયો મુદ્દે, ગુજરાત રાજ્યના રૂપાણી સરકાર ના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રતિક્રિયા આપી હતી, તેમણે જણાવ્યું હતું કે, પરબતભાઈ પટેલ જાહેર જીવનના એક પ્રમાણિક અને નિષ્ઠાવાન આગેવાન છે. શુદ્ધ ચારિત્ર્યવાળા આગેવાન છે .મારો વ્યક્તિગત ૪૦ થી ૪૫ વરસ નો નાતો છે. બ્લેકમેઇલ કરનારા તત્વોને આ રીતે ષડ્યંત્ર ગોઠવેલું છે. તેના વિરુદ્ધ ફરિયાદ પણ થઇ છે. એની ધરપકડ પણ થઈ છે.

આમ આદમી પાર્ટીના કાર્યકર મધા પટેલે થોડા દિવસ અગાઉ ભાજપના ટોચના નેતા નો સેકસ વીડીયો ૧૫ ઓગસ્ટે જાહેર કરવાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી.આ જાહેરાતના પગલે ખળભળાટ મચી ગયો છે.મધા ભાઈ પટેલ એક તસવીર ફેસબુક ઉપર મૂકી હતી.પોતાના ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, નેતાજીનું સેકસ વીડીયો ૪.૬ મિનિટનો છે. જે પૈકીનું એક મિનિટ નું કટીંગ ૧૫ ઓગસ્ટે ૧૨ કલાકે સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.