મેઘાલય પોલીસે વેસ્ટ ગારો હિલ્સ જિલ્લા મુખ્યાલય તુરાના બાહ્ય વિસ્તારમાં આવેલા એક ફાર્મ હાઉસમાં છાપેમારી કરીને કથિત રીતે ચાલી રહેલા કૂટણખાનામાંથી 6 બાળકોને છોડવાવમાં આવ્યા, જ્યારે 73 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા લોકોમાંથી એક સગીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસનું કહેવું છે કે, જે ફાર્મ હાઉસમાં આ કૂટણખાનું ચાલી રહ્યું હતું તેનો માલિક બર્નાડ એન. મરાક ઉર્ફ રિમ્પુ છે અને આ સમયે બર્નાર્ડ એન. મરાક મેઘાલય પ્રદેશના ભાજપના અધ્યક્ષ છે અને ગારો હિલ્સ સ્વાયત્તશાશી જિલ્લા પરિષદના સભ્ય પણ છે.
વેસ્ટ ગારો હિલ્સ જિલ્લાના પોલીસ અધિક્ષક વિવેકાનંદ સિંહ રાઠોડે આ ઘટનાની પુષ્ટિ કરતા એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, અમારી પાસે રિમ્પુ બાગાન નામના ફાર્મ હાઉસમાં કૂટણખાનું ચલાવવાની ઘણી ફરિયાદ આવી હતી. તેના આધાર પર પોલીસે બર્નાર્ડ એન. મારકના સ્વામિત્વવાળા ફાર્મ હાઉસ પર શુક્રવારે છાપેમારી કરી અને કાર્યવાહી શનિવારે સાંજ સુધી ચાલી અને જે ફાર્મ હાઉસમાં આ કૂટણખાનું ચાલી રહ્યું હતું તેનો માલિક બર્નાર્ડ એન. મરાક ઉર્ફ રિમ્પુ છે. ત્યાં જ આ કૂટણખાનું ચાલી રહ્યું હતું.
અમને ત્યાંથી જે રજીસ્ટર મળ્યા છે તે મુજબ આ કૂટણખાનું વર્ષ 2020થી ચાલી રહ્યું હતું અને જોકે એ સંપૂર્ણ ગેરયદેસર રીતે ચાલી રહ્યું હતું એટલે ત્યાં કોઈ પ્રકારના રેકોર્ડ રાખવામાં આવ્યા નહોતા અને આ આખી ઘટનામાં કેસ દાખલ કરવા સાથે જોડાયેલા એક સવાલનો જવાબ આપતા પોલીસ અધિક્ષક વિવેકાનંદ રાઠોડે કહ્યું કે, અમે ફાર્મસ હાઉસ પરથી 6 સગીર, 4 છોકરાઓ અને 2 છોકરીઓને બચાવ્યા છે. અમે આ કેસમાં શરૂઆતમાં બાળ યૌન ઉત્પીડન સંરક્ષણ કાયદા અર્થાત POCSO એક્ટ લગાવ્યો હતો.
આ છાપેમારીમાં પોલીસે 27 વાહન, 30 હજાર રોકડ, 500 પેકેટ ઉપયોગ અપ્રયુક્ત ગર્ભનિરોધક અર્થાત કોંડમ અને 400 દારૂની બોટલો જપ્ત કરી છે. હાલમાં બાળકોને સુરક્ષિત અભિરક્ષા અને કાયદા હેઠળ જિલ્લા બાળ સંરક્ષણ અધિકારીઓને સોંપી દેવામાં આવ્યા છે અને પોલીસે છાપેમારી કરી એ દરમિયાન ઘણા યુવકો અને યુવતીઓને આપત્તિજનક હાલતમાં અને દારૂ પિતા મળ્યા હતા. જે ફાર્મ હાઉસમાં રેડ કરવામાં આવી તે ત્રણ માળનું છે જ્યાં લગભગ 30 રૂમ છે.
મુખ્યમંત્રી સંગમા તેમની છબી ખરાબ કરવા માટે સરકારી મશીનરીનો ઉપયોગ અકરીને તેમને નિશાનો બનાવી રહ્યા છે કેમ કે મુખ્યમંત્રી હતાશા થઈ રહ્યા છે. તેમને ખબર છે કે તેઓ દક્ષિણ તૂરા સીટ ભાજપથી હારી રહ્યા છે. જ્યારે હું શહેરમાં નહોતો અને ત્યારે તેમણે મારા ફાર્મ હાઉસ પર છાપેમારી કરવા માટે પોલીસનો ઉપયોગ કર્યો. આ રાજનૈતિક પ્રતિશોધ સિવાય બીજું કશું જ નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.