અભિનેત્રી કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંદેલ બેબાક રીતે કોઈ પર કોમેન્ટ કરવામાં જાણીતી છે. બંનેએ ઘણા મુદ્દાઓ પર પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે. આ વખતે અભિનેત્રી આલિયા ભટ્ટ રંગોલીના અડફેટે આવી છે. રંગોલીએ ટ્વીટ કરીને આલિયા ભટ્ટની નિયત પર સવાલો ઉભા કર્યા છે.
બન્યું એવું કે, આલિયા ભટ્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આલિયા પોતાના હાથમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ લેતી જોવા મળી રહી છે. આલિયાએ ઇવેન્ટની શરૂઆત પહેલાં જ તેના હાથમાં ટ્રોફી લઈ લીધી હતી. આ પોઈન્ટને લઈ રંગોલી ચંદેલે તેને બરાબરની ખખડાવી છે.
રંગોલીએ લખ્યું કે, ચાલો, એટલું તો સત્ય છે કે તમે આ કામ કોઈને ખબર ન પડે એમ કરી રહ્યા છો બધાની સામે નહીં. મને ગમ્યું કે અંદર કંઈક બાકી છે કે જે હજી રોકાઈ રહ્યું છે.
રંગોલીના આ ટ્વિટ પર હજી આલિયાએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. જે વીડિયો સામે આવ્યો છે તેમાં આલિયા તેના હાથમાં પાછળના દરવાજાથી એવોર્ડ લઈ જતી જોવા મળી રહી છે. તેને ધ્યાનમાં રાખીને રંગોલીએ તેના પર એવોર્ડ ફિક્સિંગનો આરોપ લગાવ્યો છે. જો કે, વીડિયોમાં આલિયાના મેનેજર ફોટોગ્રાફરોને આ તસવીર પોસ્ટ કરવાની ના પાડતા દેખાઈ રહ્યા છે. આલિયા એમ પણ કહેતી જોવા મળે છે કે સાંજે 7 વાગ્યા પછી અપલોડ કરજો. આ જોઈને સોશ્યલ મીડિયા પર આલિયા ભટ્ટ પર ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે, શું આ એવોર્ડ ખરેખર ફિક્સ હતો?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.