ભારત માં ટેસ્લાની આયાત કરવાની છૂટ મતલબ ભારત નું બજાર અને ચીન ને રોજગારી મળે !!

ભારત માં મોદી સરકાર અમેરિકન ઇલેક્ટ્રિક વાહન કંપની ટેસ્લાને છૂટ આપવી કે નહીં તે અંગે હજુ સ્પષ્ટ નથી. ઉદ્યોગ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી કૃષ્ણપાલ ગુર્જરે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન કહ્યું કે એવું ન બને કે બજાર ભારતમાં હોય પરંતુ ચીન ને સીધો ફાયદો થાય ચીન માં નવી નોકરીની તકો ઊભી થાય અને ચીન ને રોજગાર મળે.

તેમણે ગૃહને જણાવ્યું કે સરકારની નીતિઓ હેઠળની યોજનાઓ માટે ટેસ્લા તરફથી હજુ સુધી કોઈ અરજી આવી નથી. પરંતુ ગત વર્ષે ટેસ્લાના એલન મસ્કે સરકાર પાસે ઇલેક્ટ્રિક વાહનો પરની આયાત ડ્યુટી ઘટાડવાની માંગ કરી હતી. પરંતુ ભારે ઉદ્યોગ મંત્રાલયે કહ્યું હતું કે ટેસ્લા ભારતમાં ઇલેક્ટ્રિકલ વાહનોનું ઉત્પાદન કરે તે પછી જ સરકાર કોઈપણ ટેક્સ મુક્તિ પર વિચાર કરશે અને કૃષ્ણ પાલ ગુર્જરે જણાવ્યું હતું કે સરકાર ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ અને એડવાન્સ કેમેસ્ટ્રી સેલ બેટરી માટે PLI ( Production Linked Incentives) સ્કીમ લાવી છે.

આ યોજના સ્થાનિક તેમજ વિદેશી કંપનીઓને લાગુ પડે છે.કૃષ્ણ પાલ ગુર્જર કોંગ્રેસના સાંસદ કે સુરેશના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. કે સુરેશે પૂછ્યું હતું કે શું સરકાર ટેસ્લાને ભારતીય બજારમાં પ્રવેશવા માટે આમંત્રણ આપશે અને તે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે શું કરી રહી છે.ત્યારે ક્રિષ્ના પાલ ગુર્જરે કહ્યું કે મોદી સરકારમાં એવું ન થઈ શકે કે ભારતમાં માર્કેટ હોય અને ચીન ને રોજગાર મળે. મોદી સરકારની નીતિ છે કે બજાર ભારતનું હશે તો ભારતના લોકોને પણ રોજગારી મળશે આમ આ બાબત અંગે હજુ સ્પષ્ટ નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.