Aloe Vera For Skin Care: એલોવેરા તેના ચમત્કારિક ગુણો માટે જાણીતું છે. ઘણા લોકો ઘરમાં એલોવેરાનો પ્લાન્ટ પણ ઉગાડે છે જેથી જરૂર પડ્યે તેનો સરળતાથી ઉપયોગ કરી શકાય. એલોવેરા ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. આ જ કારણ છે કે તેનો ઉપયોગ સ્કિન કેરના ઘણા ઉત્પાદનોમાં થાય છે. જો તમારા ઘરમાં નેચરલ એલોવેરાનો છોડ છે, તો આ સમાચાર તમારો દિવસ બનાવી શકે છે. આ અહેવાલમાં અમે તમને એલોવેરાનો અલગ-અલગ રીતે ઉપયોગ કરવાની રીતો જણાવવા જઈ રહ્યા છીએ. આવો જાણીએ કે તમે એલોવેરાનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.
ચેહરાની ચમકને વધારશે ટરમરિક ફેસ પેક
હળદર દરેક રસોડાની જરૂરિયાત છે. હળદર વગરનો ખોરાક રંગહીન હોય છે, હળદરમાં તેજ વધારવાનો ગુણ હોય છે, તેવી જ રીતે તે તમારા ચહેરાના રંગને નિખારવાનું પણ કામ કરે છે. ટરમરિક ફેસ પેક બનાવવા માટે એલોવેરા એડ કરી શકાય છે. એક ચપટી હળદર, ગુલાબજળ અને એલોવેરા મિક્સ કરીને સારો ફેસ પેક તૈયાર કરી શકાય છે.
ઓઈલી ત્વચાનું બેસ્ટ સોલ્યુશન પેક
કેટલાક લોકોની સ્કિન ઓઈલી હોય છે. તેના માટે તમે મુલતાની માટીનો ફેસ પેક તૈયાર કરી શકો છો. આ પેકમાં ગુલાબજળ અને એલોવેરા જેલ એડ કરીને તમે ચહેરા અને ગરદન પર એપ્લાય કરી શકો છો.
લીંબુનો ફેસ પેક
તમે લીંબુ અને મધ સાથે એલોવેરાનો પણ ઉપયોગ કરી શકો છો. આ ત્રણેયને મિક્સ કરીને એક સારો ફેસ પેક બનીને તૈયાર થાય છે. આ પેકને માત્ર 10 થી 15 મિનિટ સુધી ચહેરા પર રાખવાથી તમે તેની અસર જોઈ શકો છો.
ઉલ્લેખનીય છે કે એલોવેરા એ કુદરતી ઔષધી છે. તે તમારી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. યુવતીઓ તેને તેમના ચહેરા પર લગાવી સ્કિનને ચમકાવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.