ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી અગાઉ રાજકીય ઉથલપાથલ મચી ગઈ છે. રાજકીય સમીકરણોમાં મોટાપાયે ફેરફાર જોવા મળી રહ્યા છે. કેટલાક કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે તો કેટલાક પક્ષ સાથે છેડો ફાડી ચૂક્યા છે.અને ત્યારેહવે કોંગ્રેસ પક્ષ છોડી ચૂકેલાશ્વેતા બ્રહ્મભટ્ટ ભાજપમાં જોડાશે.તેઓ 2જી જૂને હાર્દિક પટેલની સાથે ભાજપમાં જોડાશે.
હાર્દિક પટેલે કોંગ્રેસ સાથે છેડોફાડીને ભાજપમાં જોડાવાનું નક્કી કરી લીધુ છે. તારીખો પણ સામે આવી ગઇ છે. ત્યારે 2જી જૂને હાર્દિક પટેલની સાથે શ્વેતા બ્રહ્મભટ્ટ પણ કેસરિયો ધારણ કરશે.અને મહત્વનું છે કે શ્વેતાએ પણ થોડા સમય પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું. ત્યારે હવે તેઓ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ તેમણે PM મોદીના ગુજરાત પ્રવાસ દરમ્યાન પ્રધાનમંત્રીની મુલાકાત કરી હતી. અને હવે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા તેમના ભાજપમાં જોડાવાની ચર્ચાઓ પણ વહેતી થઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.