જેની બધા આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા, તે અલ્પેશ ઠાકોરનું પણ પરિણામ આવી ગયું છે. કોંગ્રેસમાંથી બળવો કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા ઠાકોર સેનાના લીડર અલ્પેશ ઠાકોરને રાધનપુર વિધાનસભા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના ઉમેદવારની આ બેઠક પર 3000 મતોથી જીત થઇ છે. ભાજપને આ વિધાનસભા પેટાચૂંટણીમાં અલ્પેશ ઠાકોરના આવા પરિણામની અપેક્ષા નહોતી. અલ્પેશ ઠાકોરને પક્ષપલટો કરવાનો જનતાએ જડબાતોડ જવાબ આપ્યો છે અને અનેક લોકો કહે છે કે, તેના બેફામ નિવેદનો તેના માટે હારનું કારણ બન્યા છે. અલ્પેશ ઠાકોરની સામે રાધનપુર બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ રઘુ દેસાઈને ઉભા રાખ્યા હતા.
થરાદ બેઠક પર કોંગ્રેસના ગુલાબસિંહની જીત
ખેરાલુ અને બાયડ બાદ થરાદ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને અહિંયા ચોંકાવનારું પરિણામ આવ્યું છે કે, કારણ કે ભાજપના ઉમેદવાર સતત આગળ ચાલી રહ્યા હતા, ત્યાં અચાનક ગુલાબસિંહે લીડ પકડી લીધી હતી અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની જીત થઇ છે. ગુલાબસિંહ રાજપૂતની સામે ભાજપમાંથી જીવરાજ પટેલ ઉભા રહ્યા હતા. જીવરાજ પટેલ ઘણા રાઉન્ડમાં ગુલાબસિંહ કરતા આગળ રહ્યા હતા, પરંતુ આખરે બાજી ગુલાબસિંહ મારી ગયા હતા.
ખેરાલુમાં ભાજપના અજમલજી ઠાકોરનો વિજય
બાયડ બાદ ગુજરાતની ખેરાલુ બેઠક પરથી પણ ફાઇનલ પરિણામ આવી ગયું છે અને અહિંયા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અજમલજી ઠાકોરનો ભવ્ય વિજય થયો છે. તેમની સામે કોંગ્રેસમાંથી બાબુજી ઠાકોર ઉભા રહ્યા હતા. રિપોર્ટ મુજબ ખેરાલુ બેઠક પર અજમલજી ઠાકોરનો 20 હજારથી વધુ મતોથી વિજય થયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.