અલ્પેશ ઠાકોર અને પ્રધાનમંત્રીના તાઈવાનના મશરૂમનો વિવાદ, અલ્પેશ ખોટો ઠર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2020’ના 49 બાળ વિજેતાઓ સાથે વાતચીત કરી. આ દરમિયાન પીએમ મોદીએ બાળકોને કહ્યું કે, હું મારા શરીરમાંથી નીકળતા પરસેવાથી ચહેરાની માલિશ કરૂ છું, તેથી મારો ચહેરો ચમકે છે. બાળકોને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે, તમે જે કામ કર્યુ છે, તેને કરવાની વાત તો ઠીક, તેને વિચારવામાં પણ મોટા-મોટા લોકોનો પરસેવો છૂટી જાય.

તમારા ચહેરા પર આટલું તેજ શા માટે છે?

પોતાના ભાષણમાં એક વાતનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું કે, મને ઘણાં વર્ષો પહેલાં કોઇએ પૂછ્યું હતું કે તમારા ચહેરા પર આટલું તેજ શા માટે છે? તો મે તેમને સરળ જવાબ આપ્યો. મે કહ્યું કે હું એટલી મહેનત કરુ છું કે મારા શરીરમાંથી પરસેવો નીકળે અને હું તે જ પરસેવાથી માલિશ કરુ છું તેથી મારો ચહેરો ચમકી ઉઠે છે.

ઉલ્લેખનીય છે કે એ સમયે કોંગ્રેસમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરે પણ એવું નિવેદન આપ્યું હતું કે, પ્રધાનમંત્રી તાઈવાનના મશરૂમ ખાઈ છે. અને આ કારણે જ તેમના ગાલ ગોરા છે. અલ્પેશે દાવો કર્યો હતો કે, વડાપ્રધાન રોજ રૂપિયા ચાર લાખના મશરૂમ ખાય છે જેમના કારણે તેમના ગાલ લાલ ચટ્ટાક થઈ ગયા છે. આ નિવેદન સામે આવ્યા બાદ તાઈવાનની યુવતીનો એક વીડિયો પણ દિલ્હી ભાજપના નેતા તેજીંદર પાલ સિંહ બગ્ગાએ વાઈરલ કર્યો હતો કે આ અશક્ય છે કે તાઈવાનના આટલા મોંઘા મશરૂમ ખાઈ કોઈ ગોરો થઈ જાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.