વિધાનસભાની ચૂંટણી જેમ –જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજ્કીય ગતિવિધિઓ ગતિમાન બની છે.તમામ રાજ્કીય પક્ષોની નજર ગુજરાતને સર કરવા મંડાઇ છે. અને હાલ ચૂંટણીને લઇ તમામ સમાજ પણ સક્રિય બન્યા છે અને પોત- પોતનો વર્ચસ્વ દેખાડવા સભાઓ સંમેલન યોજી શકિત પ્રદર્શન કરી રહ્યો છે.
આ વચ્ચે ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે ચૂંટણી પહેલા રાધનપુરથી ચૂંટણી લડવાનો હુંકાર ભર્યો છે.તેમણે જનસભા સંબોધતિ વખતે જણાવ્યુ હતુ કે હું રાધનપુરથી ચૂંટણી લડીશ અને મેણું ભાંગીને રહીશ. તો બીજીતરફ રાધનપુરના પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોરને આડેહાથ લેતા આરોપ લગાવ્યો કે લવિંગજી ઠાકોરે સમાજ તોડવાનો કામ કર્યુ છે.અને અલ્પેશ વધુ જણાવ્યુ કે તેમને કંઇ કરવુ નથી માત્ર સમાજમાં ભાગલા પાડવા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.