અલ્પેશ ઠાકોરના સમર્થનમાં એકતા મંચ મેદાનમાં આવ્યું, ગૃહમંત્રીને લખ્યો પત્ર

અલ્પેશ ઠાકોર સામે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. અરજી કરનાર સુરેશ સિંઘલ સામે ઓબીસી, એસસી, એસટી એકતા મંચે ગૃહમંત્રી, ડીજીપી અને પોલીસ કમિશનર પત્ર લખી કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઓબીસી, એસસી, એસટી એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડે સુરેશ સિંઘલ સામે લેખિતમા ફરિયાદ કરી છે.

એકતા મંચના ઉપપ્રમુખ મુકેશ ભરવાડે પત્રમાં જણાવ્યું છે કે, અલ્પેશ ઠાકોરની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે સુરેશ સિંઘલ અલગ અલગ સ્ટન્ટ કરી રહ્યો છે. અલ્પેશ ઠાકોર હાલ ભાજપમાંથી રાધનપુર બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. જેથી તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તેવા નિવેદન આપવામાં આવી રહ્યા છે. આ મામલે મુકેશ ભરવાડે અમદાવાદ પોલીસ કમિશનર, DGP અને ગૃહમંત્રીને સુરેશ સિંઘલ અને તેના મળતીયાઓ સામે કાયદેસર કાર્યવાહીની ફરિયાદ કરી છે.

મહત્વ પૂર્ણ છે ગુજરાતમાં છ બેઠકની પેટા ચૂંટણીનો જંગ જમ્યો છે. જેમાં કોગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર સામે વિરોધનો વંટોળો ઉભા થયો છે. સિંઘલે અલ્પેશ ઠાકોર સામે ધમકી આપ્યાનો આક્ષેપ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.