અમારે પણ જીવવું છે, 2021 જોઈ શકીએ એવો સહકાર આપવા વિનંતી છે’, મહિલા અધિકારીની ભાવુક પોસ્ટ

દેશભરમાં કોરોના વાયરસથી હાહાકાર મચ્યો છે. કોરોના વાયરસને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના 650થી વધુ કેસ તો ગુજરાતમાં કુલ 44 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં 3 લોકોના મોત પણ થયા છે. રાજ્યમાં લૉકડાઉનની સ્થિતિ છે. જીવન જરૂરીયાતની વસ્તુ સિવાય તમામ વસ્તુઓ બંધ રાખવામાં આવી છે. વડાપ્રધાન, મુખ્યપ્રધાન સહિત અનેક અધિકારીઓ અને સરકાર લોકોને ઘરમાં રહેવા માટે કહી રહી છે. પરંતુ હજુ કેટલાક લોકો આ વાતને ગંભીરતાથી લેતા નથી. ત્યારે એક મહિલા પોલીસ અધિકારીએ ભાવુક પોસ્ટ કરી છે.

મહિલા અધિકારીની ભાવુક પોસ્ટ
ગુજરાતના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અર્પિતા ચિંતન પટેલ નામના મહિલા અધિકારીએ પોતાના ફેસબુક પર એક ભાવુક પોસ્ટ કરી છે. તમામ લોકોએ આ પોસ્ટને ગંભીરતાથી લેવી જોઈએ. જે લોકો બેજવાબદાર બનીને લૉકડાઉન છતાં રસ્તાઓ પર નિકળે છે, તેઓ પોતાની જાત તથા અન્ય લોકોને પણ મહા મુશ્કેલીમાં મુકી શકે છે. લોકોની સેવા કરવા માટે પોલીસ વિભાગ 24 કલાક પોતાની ફરજ પર રહીને આ કોરોનાની લડતમાં પોતાની સેવા આપી રહ્યો છે. ત્યારે આવા સમયે તેમને પણ લોકોના સાથ સહકારની જરૂર હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.