સિહોર તાલુકાના સોનગઢ તાબેના પોલીસ મથકની હદમાં આવતું અમરગઢ ગામ કે જ્યાં એલસીબી ત્રાડકી, જુગારની બાજીમાં ભંગ પાડી ત્રણને દબોચી લીધા

સિહોર તાલુકાના સોનગઢ તાબેના પોલીસ મથકની હદમાં આવતું અમરગઢ ગામ કે જ્યાં એલસીબી ત્રાડકી છે અને જામેલી જુગારની બાજીમાં ભંગ પાડી ત્રણને દબોચી લીધા છે રફીક, વિક્રમ, અને અશ્વિન સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરીને 97500 ની રોકડ કબ્જે લઈ લોકઅપ હવાલે કરી દીધા છે બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર એલસીબી સ્ટાફના જયદાનભાઈ, હરેશભાઇ ઉલવા, બીજલભાઈ કરમટીયા, શક્તિસિંહ, હરિચંદ્રસિંહ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે સ્ટાફને ખાનગી રાહે બાતમી હકિકત મળી હતી કે સિહોરના સોનગઢ નજીક આવેલ અમરગઢ જીથરી શીતળા માતા મંદિર પાસે ખુલ્લી જગ્યામાં અમુક શખસો જુગારની બાજી માંડી બેઠા છે જે હકિકત આધારે રેડ કરી તપાસ હાથ ધરતા અમરગઢ ગામેથી ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળુ વળી જુગાર રમતા (૧) અશ્વિન ચૌહાણ રહે અમરાગઢ, (ર) વિક્રમપરમાર રહે ધારી અમરેલી, (૩) રફીક ફૂલથેથા રહે ધારી અમરેલી સહિતના મળી આવતા પોલીસે ત્રણેય શખ્સોને રંગે હાથ ઝડપી પાડી શખસોના કબજામાંથી રોકડ તેમજ જુગારનું સાહિત્ય મળી કુલ 97500 નો મુદ્દામાલ કબજે લઇ એલસીબી પોલીસે ત્રણેય સામે જુગારધારા તળે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.