અમારી પાસે આગામી ચૂંટણી લડવા માટે ફંડ નથી, લોકો ફાળો આપીને મદદ કરેઃ અરવિંદ કેજરીવાલ

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી પાસે દિલ્હીમાં આગામી વિધાનસભા ચૂંટણી લડવા માટેનું ફંડ નથી. રવિવારે બુરાડીની જનસભામાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોને ફાળો આપવાની અપીલ કરી હતી. સાથે જ તેમણે રાજધાનીની અનાધિકૃત કોલોનીયોને નિયમીત કરવાના કેન્દ્રના નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

AAP સંયોજક કેજરીવાલે કહ્યું કે, અમે છેલ્લા 5 વર્ષમાં દિલ્હીમાં ઘણું કામ કર્યું છે. હવે અમારી પાસે આગામી ચૂંટણી લડવા માટે પૈસા નથી. મેં 5 વર્ષમાં એક પણ રૂપિયો ભેગો કર્યો નથી. હવે આ તમારી ઉપર છે કે ચૂંટણી લડવા માટે અમારી મદદ કરશો.

મુખ્યમંત્રીએ જનસભામાં અનાધિકૃત કોલોનીયોને નિયમીત કરવાના મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધ્યં હતું. તેમણે કહ્યું કે, અમારી સરકાર પણ ગેરકાયદે કોલોનીયો અંગે કેન્દ્ર સાથે વાત કરી રહી હતી, પણ અમે રજિસ્ટ્રીની લાંબી પ્રક્રિયા ઈચ્છતા ન હતા. 5 વર્ષ સુધી અમે આ કોલોનીયોમં રોડ, સીવર અને નળ કનેક્શન આપ્યા, ત્યારે કેન્દ્રએ કોલોનીયોને નિયમીત કરવાનો નિર્ણય શા માટે ન કર્યો. હવે ચૂંટણી યોજાવાની છે, ત્યારે કેમ યાદ આવી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.