ગુજરાત સરકારની પ્રેસ રીલિઝ મુજબ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતુ કે રાજ્યનાં શહેરો અને ભૂગર્ભ ગટર યોજનાના લાભો આપવા અમારી સરકારે નક્કર આયોજન કર્યું છે.
જેમાં ગટરલાઈનનાં કામો, સુએઝ ટ્રીટમેન્ટપ્લાન્ટ અને પંપિંગ સ્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. રાજુલામાં જે-તે સમયે 35 ટકા કનેક્શન હતા અને આજે 90 ટકા કનેક્શન પૂર્ણ થયાં છે અને વિવિધ સ્થળે ઇન્સ્પેક્શન કરીને રિપોર્ટ કરાવતા તેના અહેવાલ મુજબ સારી રીતે ગટર કાર્યરત છે.
આ જ રીતે જાફરાબાદ શહેરમાં પણ ગટરલાઈન કાર્યરત છે જયાં વધારાના પંપિંગ સ્ટેશનની કામગીરી પ્રગતિમાં છે, પરંતુ આ યોજનામાં લોકોએ પોતાની રીતે ગેરકાયદે કનેકશનો લઈ લીધાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.