– ASCIને મળેલી અરધો ડઝન ફરિયાદો
શિયાળો ચાલે છે એટલે જાતજાતના વસાણાં અને મધની માગ વધે એ સ્વાભાવિક છે. દેશની બે આગેવાન ફાર્મસી ડાબર અને મૈરિકો વચ્ચે પોતપોતાના મધની ગુણવત્તા અંગે ખેંચતાણ ચાલી રહી હતી.
એડર્વટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (ASCI)ને છેલ્લા થોડા સમયમાં ચાર પાંચ ફરિયાદો મળી હતી જેમાં હરીફ કંપનીના મધને બનાવટી ગણાવતા દાવા થયા હતા. ASCIએ કોઇ કંપનીનું નામ લીધા વિના કહ્યું હતું કે અમને આવી થોડીક ફરિયાદો મળી હતી.
ડાબરે એવો આક્ષેપ કર્યો હતો કે હરીફ કંપની મૈરિકો સફોલા મધ અંગે ખોટા દાવા કરતી જાહેર ખબરો પ્રગટ કરાવી રહી હતી. ડાબરના કહેવા મુજબ સફોલા મધ ન્યૂક્લીઅર મેગ્નેટિક રેઝોનન્સ (NMR)ની ટેસ્ટમાં નિષ્ફળ નીવડ્યું હતું. આ ટેસ્ટમાં મધમાં ખાંડ કેટલી છે એની ચકાસણી થતી હોય છે. આ દલીલ આગળ કરીને ડાબરે ASCI સમક્ષ ફરિયાદ કરી હતી કે મૈરિકો કંપની ખોટા દાવા કરતી જાહેર ખબર પ્રકાશિત કરાવી રહી હતી. એને અટકાવવી જોઇએ.
સામા પક્ષે મૈરિકોએ એવો દાવો કર્યો હતો કે અમારું મધ તમામ ભારતીય ખાદ્ય ગુણવત્તા પરીક્ષણોમાં સાચું સાબિત થયું હતું. ડાબર જર્મન ન્યૂક્લીઅર મેગ્નેટિક રેઝોનન્સના ટેસ્ટમાં બનાવટી સાબિત થયું હતું. અમારી સામેના ડાબરના આક્ષેપ વ્યાવસાયિક અદેખાઇથી વિશેષ કશું નથી. વાસ્તવમાં ડાબરનું મધ સો ટકા શુદ્ધ હોવાનું પુરવાર થયું નથી.
હકીકતમાં સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાર્યનમેન્ટે જાહેર કર્યું હતું કે દેશની મોટા ભાગની મધની બ્રાન્ડમાં અસલી મધ હોતું નથી. મોટા ભાગની બ્રાન્ડના મધ બનાવટી નીવડ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.