ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર્સનું માર્કેટ દેશમાં ઝડપથી આગળ વધી રહ્યું છે અને અવાર-નવાર નવા-નવા સ્ટાર્ટઅપ પોતાના ઈલેક્ટ્રીક વાહન રજૂ કરી રહ્યાં છે અને ઓબેન તેમાંથી આગામી સ્ટાર્ટઅપ છે અને આગામી થોડા અઠવાડિયામાં ઇલેક્ટ્રીક મોટરસાઈકલ સેગમેન્ટમાં પ્રવેશ કરશે.
આ મોટરસાઈકલ ખૂબ સ્પોર્ટી છે અને તેને કેટલાક રેટ્રો ટચ પણ આપવામાં આવ્યું છે. ઈ-બાઈકને લાલ અને કાળા ડ્યુઅલ ટોન રંગ આપવામાં આવ્યો છે. કંપની લોન્ચિંગના સમયે મોટરસાઈકલને ઘણા રંગોમાં લોન્ચ કરી શકે છે. ઓબેન ઈલેક્ટ્રીક બાઈક આરામદાયક હોવાનુ અને તેના પ્રીમિયમ રાઈડિંગ સ્ટાન્સની સાથે લોન્ચ થવાનુ અનુમાન છે. જોવામાં આ નાની સાઈઝની છે અને સારા નિયંત્રણ અને કંટ્રોલિંગ માટે તેની બેઠકને વ્યવસ્થિત કરવામાં આવી છે અને જેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ ખૂબ સારું છે. એવામાં શહેરી રસ્તાની સાથે ઑફ રોડ પણ તેને લઇ જઇ શકાય છે. સામાન્ય મોટરસાઈકલની સરખામણીએ આ ગ્રાઉન્ડ ક્લિયન્સ વધુ સારુ છે અને એક વખત ચાર્જ કરવાથી આ ઈ-બાઈકને 200 કિમી સુધી ચલાવી શકાય છે. જેની રેન્જ રિવોલ્ટ અને ઓલા ટૂ-વ્હીલર્સથી વધુ છે.
ઈલેક્ટ્રીક બાઈકની ટોપ સ્પીડ 100 કિમી/કલાક છે અને 3 સેકન્ડમાં 0-40 કિમી/કલાકની ઝડપ પકડે છે. બાઈકમાં લગાવેલી બેટરીને 2 કલાકમાં ફૂલ ચાર્જ કરી શકાય છે. જેનુ બેટરી પેક મેક્સિમમ હીટ એક્સચેન્જ ટેકનિકની સાથે આવ્યું છે, જે બેટરીને ઠંડુ રાખે છે અને મોટરસાઈકલને સતત ઝડપ આપે છે અને ઈલેક્ટ્રીક બાઈકને આઈઓટી જેવા કનેક્ટિવિટી ફીચર સામાન્ય રીતે મળે છે. યુઝર તેની રેન્જના ડેટા જોઈ શકે છે અને પોતાની સવારીનું વિશ્લેષણ જાણી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.