Amazonની બહાર આવી પોલંપોલ, 79000 કરોડનો નફો કર્યો પણ ટેક્સ ભર્યો ઝીરો

  1. તમને એ જાણીને નવાઈ લાગશે કે અમેરિકામાં અરબો ડોલરનો નફો કર્યા બાદ કંપનીઓને ટેક્સ નથી આપવો પડતો. ITEPના એક રિપોર્ટ પ્રમાણે સતત બીજા વર્ષે એમેઝોને 78400 કરોડ રૂપિયાનો નફો કર્યા બાદ પણ સરકારને ટેક્સ તરીકે એક રૂપિયો પણ આપવો પડશે નહીં.
  2. નવી ટેક્સ ક્ટસ એન્ડ જોબ્સ એક્ટ પ્રમાણે, એમેઝોન પર ટેક્સની દર ઘટાડીને 21 ટકા થઈ ગઈ છે. જે ગત વર્ષોમાં 35 ટકા હતી. પણ કોર્પોરેટ ફાઈલિંગ્સ પ્રમાણે, ટેક્સ બ્રેક્સનાં કારણે એમેઝોનને 78400 કરોડ રૂપિયાના મસમોટા નફા બાદ પણ સરકારને એક રૂપિયો પણ ટેક્સ આપવો નહીં પડે.
  3. ITEPના ડાયરેક્ટરે જણાવ્યું કે, સાર્વજનિક કરવામાં આવેલ ડોક્યુમેન્ટ્સમાં પણ તે પોતાની ટેક્સ સ્ટ્રેટેજીનો ખુલાસો કરતાં નથી. એટલા માટે એ કહેવું મુશ્કેલ છે કે, તેઓએ કેવી રીતે ટેક્સનો ફાયદો ઉઠાવ્યો છે. તે ફક્ત અસ્પષ્ટ રીતે ટેક્સ ક્રેડિટની વાત કરે છે. કોઈ કોર્પોરેટ કંપની અનેક રીતે આ પ્રકારનો ફાયદો ઉઠાવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.