કોલકાતા : ઑનલાઇન શૉપિંગ (Online Shopping) ભારતમાં ખૂબ જ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યું છે. પરંતુ અનેકવાર ગ્રાહકો (Customers)ને તેમાં નિરાના પણ હાથ લાગે છે. બંગાળમાં માલદા નૉર્થના ભારતીય જનતા પાર્ટી (BJP) સાંસદ ખગેન મુર્મૂ (Khagen Murmu)ની સાથે કંઈક એવું જ થયું. તેઓએ અમેઝોનથી મોબાઇલ ઑર્ડર કર્યો હતો. પરંતુ પેકેટમાં તેમને મોબાઇલ નહીં પરંતુ બે પથ્થર મળ્યા.
મુર્મૂ મુજબ, તેમના દીકરાએ એક સેમસંગનો મોબાઇલ ઑર્ડર કર્યો હતો. પરંતુ પાર્સલ ખોલ્યા બાદ તેઓ હેરાન રહી ગયા. પેકેટની અંદર રેડમી ફોનનું બોક્સ હતું જેમાં પથ્થ્ર પેક કરેલા હતા.
મુર્મૂએ કહ્યુ કે, જ્યારે મોબાઇલનું પેકેટ ઘરે આવ્યું તો તે સમયે હું ઘરે નહોતો અને મારી પત્નીએ આ પેકેટ રિસીવ કર્યું. પત્નીએ પેકેટ લઈને ડિલીવરી બૉયને 11,999 રૂપિયા આપ્યા. જ્યારે મેં પેકેટ ખોલ્યું અને બોક્સમાં પથ્થર જોયા તો હેરાન રહી ગયો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.