જિયો યુઝર્સને મળશે 100 GB સ્ટોરેજ ફ્રી જાણો કેવી રીતે અને ક્યારથી.
મુકેશ અંબાણીએ ફરી એકવાર તેમની ડિજિટલ કંપની Jio તરફથી નવી ઓફરની જાહેરાત કરી છે. Jio હવે દેશના લોકોને ફ્રી ક્લાઉડ સ્પેસ આપશે. તેની શરૂઆત આ વર્ષે દિવાળીથી થશે.
સ્ટોર કરો તમારા ફોટા અને વીડિયો તથા ડોક્યુમેન્ટ
કંપનીએ જણાવ્યુ હતું કે જિયો એઆઇ ક્લાઉડ સર્વિસ શરૂ થશે. એઆઇ બેસ પર આ લોકોને સુરક્ષિત રીકે તેમના ફોટા, વીડિયો, ડોક્યુમેન્ટ અને અન્ય ડિજિટલ કંટેટ સ્ટોર કરવાની સુવિધા આપશે. આ સર્વિસની શરૂઆત આ વર્ષે દિવાળીથી થશે. વેલકમ ઓફરના આધારે કંપની શરૂઆતમાં લોકોને 100 જીબીનો મફત સ્ટોરેજ આપશે.
જિયો ફોનકોલ પર મળશે એઆઇની સુવિધા
જિયોની ઓફરિંગ વિશે આકાશ અંબાણીએ જિયો ફોનકોલમાં એઆઇના ઇંક્લુઝનની જાણકારી આપી હતી. જેમાં જિયો યુઝર્સને ફોનકોલ પર ટૂંક સમયમાં એઆઇ બેઝ સર્વિસ મળશે, જેમાં કંપનીને જિયો ફોનકોલ એઆઇ નામ આપવામાં આવ્યુ છે. આ સેવામાં તમે તમારા દરેક ફોન કૉલમાં AI ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકશો. આમાં તમે Jio Cloud પર ફોન કૉલ રેકોર્ડ કરી શકશો. Jio Cloud પર રેકોર્ડ કરાયેલા કૉલ્સ ઑટોમૅટિક રીતે ટેક્સ્ટમાં કન્વર્ટ થઈ જશે. એટલું જ નહીં, તે તમારી કોલ વાતચીતનો સારાંશ આપશે. તે તમારા કૉલ ટેક્સ્ટને અન્ય ભાષામાં અનુવાદિત કરવા માટે પણ કામ કરશે.
રાષ્ટ્રીય AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર
એજીએમમાં મુકેશ અંબાણીએ AI ટેક્નોલોજીને એવી ટેક્નોલોજી ગણાવી હતી જે આવનારા ભવિષ્યમાં સૌથી મોટો બદલાવ લાવશે. તેમણે કહ્યું કે રિલાયન્સ એઆઈ ટેક્નોલોજીના લોકશાહીકરણ માટે પ્રતિબદ્ધ છે. તેથી, કંપની તેને દરેક વ્યક્તિ માટે સૌથી વધુ પોસાય તેવા ભાવે ઉપલબ્ધ કરાવવા માંગે છે. આ માટે કંપની રાષ્ટ્રીય AI ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના કરી રહી છે. કંપની જામનગરમાં એક ગીગાવોટ લેવલનું AI-રેડી ડેટા સેન્ટર પણ બનાવી રહી છે, જે સંપૂર્ણપણે ગ્રીન એનર્જી પર ચાલશે.
Jio Brain પણ લોન્ચ થશે
મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે જિયો લોકોમાં AIને અપનાવવા માટે ઝડપથી AI-લાઇફસાઇકલ સંબંધિત ટૂલ્સ અને પ્લેટફોર્મ્સ વિકસાવી રહ્યું છે. કંપની તેને Jio Brain કહે છે. આ સેવા Jio સંબંધિત વિવિધ સેવાઓને AI અપનાવવા સક્ષમ બનાવશે, જે આ તમામ પ્લેટફોર્મના ગ્રાહકોની જરૂરિયાતોને સમજવામાં મદદ કરશે.
Jio એ છેલ્લા એક વર્ષમાં 5G અને 6G ટેક્નોલોજી માટે 350 પેટન્ટ ફાઇલ કર્યા છે. આ સાથે, કંપનીએ 100 દિવસમાં તેના Jio ફાઈબરની સંખ્યામાં ઝડપથી વધારો કરવાની પણ જાહેરાત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.