એંટાલિયા કે મુંબઈ નહીં પણ કેમ જામનગરમાં જ રાખવામાં આવ્યું અનંત અંબાણીનું પ્રિ-વેડિંગ ફંક્શન?? આ ખાસ કારણ છે જવાબદાર.. ખુદ અનંત અંબાણીએ જણાવ્યું હતું કે

ચારે તરફ માત્રને માત્ર અંબાણી પરિવારની ચર્ચાઓ થઈ રહી છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જામનગર ખાતે રાધિકા અને અનંત અંબાણીનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન યોજાઇ રહ્યું છે આ સેલિબ્રેશન તારીખ 1 માર્ચથી ત્રણ માર્ચ સુધી યોજાશે અને આ પ્રિ – વેડિંગ સેલિબ્રેશનમાં માત્ર બોલીવુડ કે હોલીવુડ જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય મહેમાનો પણ ખાસ હાજરી આપશે આજના દિવસથી જ તમામ મહેમાનો જામનગર પહોંચી ચૂક્યા છે અને આ તમામ મહેમાનોનું સ્વાગત અંબાણી પરિવાર કરી રહ્યા છે, આપણે સૌને એક વિચાર જરૂરથી આવે કે અંબાણી પરિવાર એ જામનગર ખાતે શું કામ પ્રી – વેડિંગ સેલિબ્રેશન રાખ્યું છે? મુકેશ અંબાણીના સૌથી નાના દિકરા એટલે કે આનંદ અંબાણીએ મીડિયા સમક્ષ પોતાના પ્રી વેડિંગ સેલિબ્રેશન વિશે વાત કરી છે ચાલો મેં આપને આ બ્લોગ દ્વારા જણાવીએ કે શા માટે જામનગર ખાતે આ પ્રિ વેડિંગ સેલિબ્રેશન રાખવામાં આવ્યું છે? ‘ઈન્ડિયા ટુડે’ સાથેના તાજેતરના ઈન્ટરવ્યુમાં, ‘રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ’ના સૌથી નાના વારસદાર અને વર-વધૂ અનંત અંબાણીએ સમારંભ માટે જામનગર, ગુજરાતને પસંદ કરવાનું કારણ જણાવ્યું.અનંત અંબાણીએ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વેડ ઇન ઇન્ડિયા’ના વાતથી પ્રેરિત થયા તેમજ તે પણ જણાવ્યું કે મારા દાદીનો જન્મ જામનગરમાં થયો હતો અને જામનગર એજ શહેર છે જ્યાં મારા સ્વર્ગસ્થ દાદા ધીરુભાઈ અંબાણી અને પિતા મુકેશ અંબાણીએ તેમનો વ્યવસાય શરૂ કર્યો હતો.“હું અહીં મોટો થયો છું અને આ મારું સદ્ભાગ્ય છે કે અમે અહીં ઉજવણીનું આયોજન કરી શક્યા. આ મારી દાદીનું જન્મસ્થળ છે. આ ગર્વની વાત છે અને મને આનંદ થયો. જ્યારે અમારા પીએમએ કહ્યું કે આપણે ભારતમાં લગ્ન કરવા જોઈએ અને આ મારું ઘર છે.” તેમણે વધુમાં કહ્યું, ”મારા પિતા ઘણીવાર કહે છે કે આ મારા દાદાનું સાસરે ઘર છે અને તેથી જ અમે અહીં ઉજવણી કરીએ છીએ. હું પણ કબૂલ કરું છું. કે હું જામનગરનો છું, હું આ સ્થળનો નાગરિક છું. ખરેખર અંબાણી પરિવારે જામનગરમાં પ્રિ વેડિંગ યોજીને જામનગરને વિશ્વ ફલક પર રોશન કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.