સુરતનો કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ હાલ મંદીના ભરડામાં છે. લાખો લોકોને રોજગારી આપતા શહેરના લોકોની પરિસ્થિતિ કફોળી બની ગઈ છે. એક તરફ હીરાના કારખાનાઓ બંધ થવાના કારણે હજારો કારોગરો બે રોજગાર થયા છે અને જે કારીગર કામ કરી રહ્યા છે, તેઓને પણ માંડ માંડ 10થી 12 હજારનું કામ થઇ રહ્યું છે. હીરામાં મંદીના કારણે રત્ન કલાકારો અને વેપારીઓ આપઘાતનો રસ્તો પણ અપનાવી ચૂક્યા છે, ત્યારે હવે હીરા પછી કાપડ ઉદ્યોગના કર્મચારીઓ પણ આર્થિક સંકાણામણ કે, ટેન્શનમાં આવીને મોતને વ્હાલું કરે છે. સુરતના પુણા વિસ્તારમાં રહેતા એક એબ્રોડરીનું ખાતું ધરાવતા એક વ્યક્તિએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.
એક રિપોર્ટ અનુસાર સુરતના પુણા વિસ્તારમાં રહેતા રવિકાંત ગોએન્કાને પાંડેસરા વિસ્તારમાં એમ્બ્રોડરી મશીનનું ખાતું ચાલે છે અને ખાતામાં 20 મશીન ચાલી છે. હાલ કાપડ માર્કેટમાં મંદીનો માહોલ હોવાના કારણે આ 20 મશીનમાંથી છેલ્લા કેલાક મહિનાઓથી માત્ર 10 મશીનો ચાલી રહ્યા છે. આવકની સામે ખર્ચનું પ્રમાણ પણ વધારે થઈ રહ્યું છે. રવિકાંત ગોએન્કાને તહેવાર સારો જાય તે માટે પૈસા પણ ઉછીના લઇને ઘરમાં રાખી મૂક્યા હતા પરંતુ તેમને ધંધાની ચિંતા એટલી સતાવી રહી હતી કે, તેમને અંતે કંટાળીને તેના ઘરે પંખાના હુક સાથે દોરી બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ પુણા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને રવિકાંત ગોએન્કાના મૃતદેહને પોસ્ટમોર્ટન અર્થે હોસ્પિટલમાં ખસેડીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.