-
-
- ૨૦૧૯માં BRTSના કોરિડોરમાં અકસ્માતમાં સૌથી વધુ ૧૫થી વધુ મોત નિપજ્યાં છે. મ્યુનિ.ના અધિકારીઓ નવ વ્યક્તિના મોત નિપજ્યાનું કહી રહ્યાં છે બીજી તરફ મ્યુનિ.ના સુત્રો એ વાતને નકારી રહ્યાં છે.
-
મ્યુનિ.એ BRTS કોરિડોરમાં AMTS ની બસો દોડાવવાનું શરૂ કર્યું છે ત્યારથી અકસ્માતો વધ્યાં છે. છેલ્લા ૧૦ મહિનામાં BRTSની બસે કોરિડોરમાં અકસ્માત કરી ૯ વ્યક્તિના ભોગ લીધા છે જ્યારે AMTSની બસે અકસ્માત કરી ૬થી વધુ વ્યક્તિના ભોગ લીધા હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.
મ્યુનિ.એ કોરિડોરમાં AMTSઅને BRTS બંને પ્રકારની બસો દોડાવવામાં આવે છે જેથી મોટાભાગના કિસ્સામાં કોરિડોરમાં એક્સીડેન્ટ થાય તો તે બીઆરટીએસ પ્રોજેક્ટના નામે કરવાને બદલે તેને એએમટીએસના નામે ખપાવી દેવાય છે જેથી આ મહત્ત્વકાંક્ષી BRTS પ્રોજેક્ટમાં ફેટલ (મોત)ના આંકડા ઓછા દર્શાવી શકાય તેવું સુત્રો ઉમેરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.