આરોપી પાસેથી ભારતીય પાસપોર્ટ 102, રોકડ 20660, 10 બેન્કોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ, 10 નકલી આધાર કાર્ડ, 1 પાન કાર્ડની સાથે 20 પાસપોર્ટના મળ્યા હતા.
Cid ક્રાઇમે (cid crime) નકલી રીતે વિઝા (visa)આપવાનું કૌભાંડના મુખ્ય એજેન્ટને મુંબઈમાંથી (Mumbai) ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ભારતીય પાસપોર્ટ (Indian Passport) 102, રોકડ 20660, 10 બેન્કોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ, 10 નકલી આધાર કાર્ડ, 1 પાન કાર્ડની સાથો સાથ 20 અલગ- અલગ પાસપોર્ટના પાના જેમાં અલગ દેશના ઈમિગ્રેશન સ્ટેમ્પ ( immigration stamp) મારેલા છે અને 6 વિઝાના સિક્કા મારેલા મળી આવ્યા છે.
આરોપી નૌશાદ મુસા સુલતાન જે 45 લાખ લઈ usa અને uk ના ખોટી રીતે સિક્કા મરાવી આપતા હતા. પોલીસનું કેહવું છે કે અગાઉ એક દંપતી હસમુખ ચૌધરી અને નિષ્મા ચૌધરી જૂનમાં usaના વિઝા લેવા માટે મુંબઈ ગયા હતા.
ત્યાં તે દરમિયાન અધિકારીઓને શંકા ગઈ હતી કે તેમના પાસપોર્ટમાં ukના વિઝાના સિક્કા નકલી છે. જેથી તેમને ગાંધીનગર cid ક્રાઈમ ને અરજી આપી હતી.
અને જેમાં ગુનો દાખલ કરવા માં આવેલ અને એક દંપતી સહિત અન્ય એક વ્યક્તિ મોતીલાલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી વોન્ટેડ હતો જેથી તેને શોધી પકડી લેવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.