સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે અમદાવદ શહેરમાં કોવીડ ૧૯ પોઝિટિવ દર્દીઓનો આંક 3278 થી વાટી ગયો છે. અમદાવાદીઓ માટે આજે એક માઠા સમાચાર આવ્યા છે. અમદાવાદમાં હવે સુપર સ્પ્રેડર્સનો ખૌફ સતાવી રહ્યો છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં શાકભાજી અને કરિયાણાના વેપારી એવાં કુલ 22 જેટલાં લોકોને કોરોના પોઝિટિવ સામે આવતાં ચકચાર મચી જવા પામી છે.
આની પહેલા અમદાવાદમાં શાકભાજીનાં ફેરિયાઓને કોવીડ ૧૯ પોઝિટિવ આવતાં તંત્ર દ્વારા તેઓને સુપર સ્પ્રેડર્સ ગણાવી આવાં તમામ લોકોનાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તેવામાં અમદાવાદનાં ચાંદખેડા વિસ્તારમાંથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ચાંદખેડામા શાકભાજી અને કરિયાણાના 22 વેપારીઓને કોરોના પોઝિટિવ આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. 22 જેટલાં સુપર સ્પ્રેડર્સને કારણે ચાંદખેડાના લોકોમાં ચિંતિત છે.
આ 22 સુપર સ્પ્રેડર્સમાંથી શાકભાજીનાં વેપારીઓ હાઉસિંગ બોર્ડ, સ્નેહ પ્લાઝા રોડ, IOC રોડ અને ન્યૂ સીજી રોડ પર ઉભા રહેતા હતા. આ તમામ લોકોને કોરોના પોઝિટિવ આવતાં ચાંદખેડામાં અન્ય લોકોને પણ કોરોનાનો ચેપ લાગવાની શક્યતા વધી ગઈ છે. અને સુપર સ્પ્રેડર્સને કારણે ચાંદખેડામાં પોઝિટિવ કેસોની સંખ્યામાં એકાએક ઉછાળો આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.