ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં તમામ કેસ અમદાવાદના છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 95 પર પહોંચી ગઈ છે.
જોકે, ગુજરાત માટે એક ચિંતાજનક સમાચાર એ છે કે કાલુપુર ભંડેરીની પોળના જે 4 કેસ પોઝિટીવ સામે આવ્યાં છે તેમાંથી એક 68 વર્ષીય વૃદ્ધની ટ્રાવેલ હિસ્ટ્રી દિલ્હીની મળી આવી છે. દરમિયાન તાપાસ કરતા નિઝામુદ્દીન તબલીગી જમાતમાં સામેલ થયા હોવાનું ખુલ્યું છે. અમદાવાદ પોલીસ, રાજ્યનું સ્વાસ્થ્ય વિભાગ સાથે મળીને કામ કરી રહી છે કે અમદાવાદમાં હજુ બીજા કેટલા લોકો દિલ્હીમાં આયોજિત આ કાર્યક્રમમાં સામેલ થયા હતા.
હાલ કાલુપુર ભંડેરીપોળમાંથી જે ચાર પોઝિટીવ કેસ મળી આવ્યાં છે તેમને કાલુપુર દરવજા બહાર કોટની રાંગ પાસેની મસ્જીદમાં ક્વોરન્ટાઇન કરી બેસાડી દેવામાં આવ્યાં છે. અને તમામની સઘન પુછપરછ કરવામાં આવી રહીં છે.
લોકડાઉનનો સંપૂર્ણ અમલ કોરોનાનો આંક ઘટાડી શકે છે
લોકો જો લોકડાઉનનો સંપૂર્ણ અમલ કરે તો કોરોનાના કેસોને હજુય ઘટાડી શકાય તેમ છે. લોકોએ સાવધાની રાખવાની જરૂર છે. જરૂર ન હોય તો ઘરની બહાર જવાનુ ટાળવુ. સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખો .રાજ્ય આરોગ્ય વિભાગ કોરોના વધુ પ્રસરે નહીં તે માટે શક્ય પ્રયાસો કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.