અમદાવાદમાં ફરી એકવાર આતંકી હુમલાની દહેશન અમદાવાદ પોલીસ કમિશનરે વ્યક્ત કરી છે. અમદાવાદ પોલીસ કમિશનરે અમદાવાદમાં આતંકી હુમલાની દહેશતના પગલે તમામ શોપિંગ મોલની સુરક્ષા વધારવા માટે આદેશ આપ્યા છે. મહારાષ્ટ્રમાં પોલીસના વાહનો ઉપર એલ.ઇ.ડી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો તેમજ સાયબર મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ ઉપર ચેનલ અલ-હિન્દ, જૈશ-એ-મહમદ જેવાં સંગઠનો દ્વારા શાંતિ ડહોળવાનો ધમકી ભર્યો ઇ-મેલ ગુપ્તચર એજન્સીઓને મળ્યો હતો. જે બાદ અમદાવાદ પોલીસ કમિશનરે એલર્ટ રહેવા માટે જાહેરનામું બહાર પાડ્યું હતું.
અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું કે, આ જાહેરનામું 31 માર્ચ સુધી અમલી રહેશે. જો કોઇ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કલમ 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામું બહાર પાડીને જણાવાયું છે કે, જાહેર સ્થળો કે જાહેર જનતાની અવર-જવર વધુ રહેતી હોય તેવી જગ્યાઓ જેવી કે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન વગેરે જેવા સ્થળોએ સાઇકલ, મોટર સાઇકલ કે ફોર વ્હીલરમાં બોમ્બ જેવી વિસ્ફોટક સામગ્રી ફીટ કરીને બ્લાસ્ટ દ્વારા ભયાવહ કૃત્યને અંજામ આપવામાં આવી શકે છે. અમદાવાદ શહેરમાં આવેલ પર્યટન સ્થળો, હેરીટેજ સ્થળો, સરકારી કચેરીઓ વગેરે જેવા સ્થળોએ આ પ્રકારના વિસ્ફોટકો દ્વારા હુમલો થઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.