અમદાવાદના પાલડી વિસ્તારમાં ABVP-NSUI કાર્યકરો વચ્ચે ઘર્ષણ મુદ્દે હવે રાજનીતિ ગરમાઈ છે. રાજ્યમાં વિવિધ જગ્યાએ કોંગ્રેસ પાર્ટી દ્વારા NSUI કાર્યકરો પર થયેલ હુમલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને આ ઘટનાને વખોડી છે. તેમણે એબીવીપીને આડે હાથ લેતા આ ઘટનામાં એબીવીપી સામે ગંભીર આક્ષેપ કર્યા છે.
આપને જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધીએ તેમના ટ્વીટર એકાઉન્ટર પર આ અંગે એક વીડિયો પોસ્ટ કર્યો છે અને લખ્યું કે ભાજપા સરકાર અસામાજિક તત્વોને ખુલ્લું સમર્થન આપી રહી છે. આ સાથે પ્રિયંકા ગાંધીએ બીજેપી પર આકરા પ્રહાર કર્યા. પ્રિયંકા ગાંધીએ એબીવીપી પર એનયૂઆઈ કાર્યકર્તાઓને માર મારવાનો આરોપ પણ લગાવ્યો.
ઉપરાંત આ પહેલા કોંગ્રેસે યુનિવર્સીટી બહાર પણ ધરણા કર્યા હતા. જ્યારે બીજી તરફ એબીવીપીએ પાલડી ખાતે હવન કર્યો હતો. કોંગ્રેસ ABVPના કાર્યકરો સામે 307 મુજબ ફરિયાદ નોંધવા માગ કરી રહી છે અને સરકારના દબાણથી પોલીસ ફરિયાદ ન લેતા હોવાનો આરોપ લગાવી રહી છે. ભુજમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભુજના જયુબિલી સર્કલ ખાતે કોંગ્રેસ કાર્યકરો વિરોધ નોધાવ્યો હતો. મળતી માહિતી મુજબ કોંગ્રેસ કાર્યકરો ભાજપ કાર્યલય ખાતે વિરોધ માટે જઈ રહ્યા હતા તે દરમિયાન વિરોધ કરી રહેલા 50 જેટલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.