દુબઇથી અમદાવાદ આવતી સ્પાઇસજેટના પેસેન્જરો પર કસ્ટમની નજર રહેવાથી દાણચોરોની સિન્ડીકેટે ફ્લાઇટોના રૂટ બદલી નાંખ્યા છે. શનિવારે સવારે ,એમિરેટસ એરલાઇન્સ,કતાર એરલાઇન્સ અને જઝીરા એરલાઇન્સમાં બે મહિલા સહિત કુુલ ૧૧ પેસેન્જરો પાસેથી અંદાજે રૂા.૩.૧૫ કરોડનું દાણચોરીનુ સોનુ જપ્ત કરાયુ છે. એટલુ જ નહિ કેરિયરની સાથે આવનાર અન્ય પેસેન્જરો યેનકેન પ્રકારે એરાઇવલ બિલ્ડીગની બહાર નિકળી જતા હોવાથી કસ્ટમ વિભાગે ટર્મિનલ બિલ્ડીગની બહાર પણ વોચ રાખવાનુ શરૂ કર્યુ છે. અમદાવાના પાલડી વિસ્તારમાં રહેતી એક મહિલા પાસેથી પણ ૧૦ લાખનુ ગોલ્ડ પકડાયુ છે જેની તપાસ ચાલી રહી છે.૧૧ પૈકી ૬ પેસેન્જરોની એરપોર્ટ પર જ ધરપકડ કરીને જામીન આપી દેવાયા હતા.
ચેન્નાઇ એરપોર્ટ પર રોજના પાંચથી સાત દાણચારીના ગોલ્ડના કેસ થઇ રહ્યા છ ત્યારે અમદાવાદ એરપોર્ટ પણ પાછળ રહ્યુ નથી. દાણચોરીના ગોલ્ડની હેરાફેરીમોં વધારો થયો છે. ઇન્ટરેનશનલ ફ્લાઇટો જેવી કે ,સ્પાઇસજેટની દુબઇની ફ્લાઇટમાં આવતા પેસેન્જરો સોનુ લઇને આવે છે અને તુરત જ ડોમેસ્ટીક એરપોર્ટ પરથી મુબઇ અને દિલ્હીની ફ્લાઇટમાં જવા માટે તૈયાર હોય છે. જેા કે, પકડાઇ જવાને કારણે કેરિયર પાસેથી ગોલ્ડની ડિલીવરી બિલ્ડીગની બહાર થઇ શકતી નથી. કેરિયરો પાસેથી ગોલ્ડ લઇને તેને ડોમેસ્ટીક એરલાઇન્સની ટિકીટ આપી દેવા માટે આખી સિન્ડીકેટ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ પર સતત ફરી રહી છે. દુબઇ,મસ્કત,શારજાહ, દોહાની ફ્લાઇટોમાં કેરિયરો મોટાપાયે ગોલ્ડ લઇને આવી રહ્યા છે. આ ગોલ્ડ મુબઇ અને દિલ્હીની સિન્ડીકેટને બાય રોડ પહોચાડી દેવામા આવે છે.જેમને ઝડપી લેવાયા છે તેમાં દિલસાદ શેખ,વાસુદેવ,રાજેશ નાયક,મહેપાલ નાયક (બાંસવાડા)નો સમાવેશ થાય છે.
શનિવારે એક પેસેન્જર ઇન્ટરનેશનલ એરપોર્ટના એરાઇવલ બિલ્ડીગમાંથી બહાર નિકળીને ડોમેસ્ટીક બિલ્ડીગમાંથી દિલ્હી જવાનો હોવાની બાતમી મળતા કસ્ટમે દિલ્હી જતી ફ્લાઇટમાં પેસેન્જરના વર્ણનના આધારે વોચ પણ રાખી હતી. આમ અમદાવાદ એરપોર્ટ પરથી દાણચોરીનુ સોનુ બહાર કાઢવા માટે આખી સિન્ડીકેટ કામ કર રહી છે.જે ગોલ્ડ લાવવામાં આવે છે ગોલ્ડ બાર ,ગોલ્ડ પેસ્ટ, ગોલ્ડ રોડ (સળીયા) ટ્રોલી બેગની બોર્ડર ઉપર ગોલ્ડનો વાયર લપેટીને તેને કન્સીલ કરીને લવાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.