અમદાવાદમાં અમિત શાહે પતંગ ઉડાવી,જીતુ વાઘાણીએ ફિરકી પકડી

હોમ મિનિસ્ટર અમિત શાહે અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. તેમણે મકર સંક્રાતિ પર્વએ પતંગ ઉડાડવાની મજા પણ માણી હતી.

અમિત શાહ સાથે ગુજરાત ભાજપના અનેક નેતાઓ પણ જોવા મળ્યા હતા. ભાજપ ગુજરાત પ્રમુખ જીતુ વાઘાણી પણ ફિરકી પકડીને જોવા મળ્યા હતા.

અમિત શાહને પતંગ ચગાવતા જોવા માટે મોટી સંખ્યામાં લોકો પોતાના ધાબે ચઢી ગયા હતા અને પતંગને સાઇડ પર મૂકીને અમિત શાહને જોવામાં વધુ રસ દાખવ્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.