અકસ્માતો માટે પંકાયેલી AMTS બસે શહેર ચાર રસ્તા પાસે બાઇકને હડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના ઈસ્કોન ચાર રસ્તા પાસે AMTS બસે અકસ્માત સર્જયો છે. જેમાં રોડ પર બાઈક લઈને જતા યુવકનું મોત થયું છે.
એસજી હાઈવે પર દોડતી AMCની રૂટ નંબર 501ની બસે આ અકસ્માત સર્જયો છે. જેમાં બસીદખાન નામના યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.
મૃતક બસીદ ખાન નામનો યુવક ધ્રાંગધ્રાનો વતની હતો. તે પુસ્તકો લેવા માટે સુરેન્દ્રનગરથી પોતાના મિત્રો સાથે અમદાવાદ આવ્યો હતો. તેની સાથે તેના બે મિત્રો હતા.
બંને મિત્રો બાઈક પર આગળ હતા, અને બસીદ પાછળ હતો. બસીદની સાથે સુરેન્દ્રનગરથી તેના બે મિત્રો પણ અમદાવાદ આવ્યા હતા. રોડ પર આગળ નીકળી ગયેલા મિત્રોને બસીદ ક્યાંય દેખાયો ન હતો. તેથી તેઓ ઈસ્કોન પાછા આવ્યા હતા, ત્યાં આવીને જોયુ તો બસીદ મૃત્યુ પામ્યો હતો. તેના મિત્રો પણ તેનો મૃતદેહ જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા અને રડી પડ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.