અમદાવાદમાં કોર્પોરેટર અમિત શાહ અને તેના દિકરાની દાદાગીરીનો એક વીડિયો સામે આવ્યો છે. કોર્પોરેટલ આમ નાગરિકની સેવા માટે હોય છે તેમના પર રોફ ઝાડવા કે દાદાગીરી કરવા માટે નહીં! આવા સવાલો ઉઠી રહ્યા છે.
અમદાવાદના વાસણામાં કોર્પોરેટરની દાદાગીરી સામે આવી છે. કોર્પોરેટર અમીત શાહ અને તેના દિકરાની દાદાગીરીને પગલે ચકચાર મચી ગઈ હતી. વિજ બીલને લઇ રજૂઆત કરતા નાગરીકને ઉડાઉ જવાબ આપ્યો હતો એટલું જ નહીં પરંતુ તેમના પુત્ર અને તેમણે ભેગા મળીને નાગરિકને બહાર ધકેલી દીધા હતા.
સળગતા સવાલ
કોર્પોરેટર અને તેમના પુત્રને આવી દાદાગીરી શોભે છે?
શું આવા હોય જનતાના પ્રતિનિધિઓ?
રજૂઆત કરવા આવેલા નાગરિકોને કેમ ઉડાઉ જવાબ આપ્યો?
કોર્પોરેટર અમિત શાહ અને તેમના પુત્રની દાદાગીરી કેટલી યોગ્ય?
પ્રજાના રૂપિયાનું ખાઓ છો અને રજૂઆત સાંભળવાનો પણ સમય નથી?
મત માગવા નીકળતા નેતાઓને રજૂઆત સમયે કેમ ગુસ્સો આવે છે?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.