અમદાવાદ BRTS અકસ્માતઃ સંવેદનાના નામ પર હસતાં મેયરની ખાલી ખુરશી સામે કોંગ્રેસે કરી રજૂઆત

અમદાવાદમાં બીઆરટીએસ બસની ટક્કરથી બે સગાં ભાઈઓનાં મોત થતાં અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આક્રોશનો માહોલ છે. ત્યારે આ ગંભીર અકસ્માતને લઈ અમદાવાદ કોંગ્રેસ પણ આક્રમક મૂડમાં આવી ગયું હતું. આ મામલે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો દાણીલીમડા ખાતે આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા. આ સમયે પોલીસ સાથે ઝપાઝપી અને ઘર્ષણનાં દ્રશ્યો સર્જાયા હતા.

અમદાવાદ બસ અકસ્માત અંગે પ્રતિક્રિયા આપતાં અમદાવાદના મેયર બિજલ પટેલનો હસતો ચહેરો આજે રાજ્યભરનાં લોકોએ જોયો છે. મૃતકોનાં પરિવાર અંગે સંવેદના હોવાનું મેયરે જણાવ્યું હતું. પણ પ્રેસ કોન્ફરન્સમાં મેયરનો હસતો ચહેરો એ વાતની ચાડી ખાઈ છે કે, સરકારની સંવેદના માત્ર વાતોમાં હોય છે. તેમના ચહેરા પર તો સત્તાનું હાસ્ય જ છવાયેલું હોય છે.

અમદાવાદના અકસ્માતમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો કોર્પોરેશનની કચેરી બહાર જમા થયા હતા. અને તેમને રોકવા માટે પોલીસે કિલ્લેબંધી જેવો માહોલ કરી દીધો હતો. દરવાજોઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. મેયરની ચેમ્બર સુધી જવા માટે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. પણ જેવા વિરોધ કરતાં કોંગી કાર્યકરો મેયરની કચેરીએ પહોંચ્યા ત્યાં જ તેઓએ જોયું કે મેયરની ચેમ્બર તો ખાલીખમ હતી. ત્યાં હતી માત્ર એક ખુરશી. મેયર ન હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.