અમદાવાદ BRTS બસ એક્ટિસેડન્ટઃ 6 દિવસ પહેલાં જ મૃતકની પત્નીનું કરવામાં આવ્યું હતું સીમંત

અમદાવાદમાં બીઆરટીએસ બસની બસની ટક્કરથી બાઈક પર જતાં બે સગાં ભાઈઓનાં કરૂણ મોત નિપજ્યા છે. એક જ પરિવારનાં બે ભાઈઓનાં અકસ્માતમાં મોત થઈ જતાં પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. આ બંને ભાઈઓ પરિણીત હતા. જેમાંથી એક ભાઈનાં પત્નીનું છ દિવસ પહેલાં જ સીમંત કરવામાં આવ્યું હતું. પણ બીઆરટીએસ બસનાં ડ્રાઈવરને કારણે દુનિયામાં હજુ જેણે પગ પણ નથી મૂક્યો તે બાળકનાં માથા પરથી પિતાનો છાયો દૂર થઈ ગયો છે.

અમદાવાદ બીઆરટીએસ બસ એક્સિડેન્ટમાં 26 વર્ષીય નયન રામ અને 24 વર્ષીય જયેશ રામનાં મોત નિપજ્યા હતા. આ બંને ભાઈઓ ગીર સોમનાથ જિલ્લાનાં કોંગ્રેસનાં મહામંત્રી હીરાભાઈ રામનાં પુત્રો હતા. નાનાં ભાઈ જયેશ રામનાં પત્ની અમદાવાદનાં દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં PSI તરીકે ફરજ બજાવે છે. અને હાલમાં તેઓ પ્રેગનેન્ટ છે. અને તમને જાણીને ધ્રાસકો લાગશે કે, હજુ 6 દિવસ પહેલાં જયેશ રામનાં પત્નીનું સીમંત કરવામાં આવ્યું હતું.

જયેશ રામનાં નિધનથી પત્ની પર આભ ફાટી નીકળ્યું હતું. એક તો જુવાનજોધ પતિને બીઆરટીસ ભરખી ગઈ. અને હજુ પોતાના પેટમાં રહેલ બાળક હવે ક્યારેય પોતાના પિતાનો પ્રેમ મેળવી શકશે નહી. હવે આ બાળકને માથા પર બેસાડી કોણ ફરવા લઈ જશે, કે તેને પા પા પગલી ચાલતાં કોણ શીખવડશે. બીઆરટીસ બસનાં ડ્રાઈવરની એક ભૂલને કારણે આખા પરિવારના માથે આફત આવી ચઢી છે. ત્યારે હવે ભવિષ્યમાં આવાં બનાવ ન બને તે માટે સરકાર ક્યારે ઠોસ નિર્ણયો લેશે તે તો જોવું જ રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.