અમદાવાદમાં BRTS કોરિડોરમાં દોડતી બેફામ ST બસથી કુલ 16 નાગરિક કચડાયા

BRTS બસ સ્ટેન્ડ પર મુકાયેલા એએનપીઆર કેમેરાથી ઇ-ચલણ ફટકારવાની પણ શરૂઆત કરાઇ હતી. BRTS કોરિડોરમાં ફરતી એએમટીએસ બસને પણ તંત્રના આદેશને પગલે તબક્કાવાર હટાવી લેવાઇ હતી. જોકે નવેમ્બર, 2019ની પાંજરાપોળ દુર્ઘટના બાદ પણ ખાનગી વાહનના પ્રવેશના મામલે સ્થિતિ જૈસે થે છે.

ખાસ કરી ST બસ પ્રતિબંધ હોવા છતાં BRTS કોરિડોરમાં માંતેલા સાંઢની જેમ દોડી રહી છે.  BRTSનાં આધારભૂત સૂત્રો કહે છે કે છેલ્લાં બે વર્ષમાં BRTS કોરિડોરમાં બેફામ દોડતી ST બસથી કુલ 16 નાગરિક કચડાયા છે.

તંત્રના એક સર્વે મુજબ BRTS કોરિડોરમાં 50 ટકા જીવલેણ અકસ્માત એસટી બસથી થાય છે. એકસપ્રેસ હાઇવેની દુર્ઘટનામાં BRTS સત્તાવાળાઓ ST વિભાગને નોટિસ ફટકારીને ડ્રાઇવર સામે પગલાં લેવાની તાકીદ કરશે પરંતુ ST બસને BRTS કોરિડોરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકાયો હોવા છતાં તંત્ર આ મામલે ST વિભાગ વિરૂદ્ધ વધુ અસરકારક પગલાં લેવામાં નિઃસહાય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.