અમદાવાદમાં કોરોનાના કેરને રોકવામાં સત્તાવાળા નિષ્ફળ, બેદરકારીના કારણે શહેર હોટ-સ્પોટ બન્યું : વિપક્ષનો આક્ષેપ

– એપ્રિલ-મેમાં કેસની સંખ્યામાં ઉછાળો આવતા જ ટેસ્ટિંગ કરવાનું ઘટાડી દેવાયું હતું

મદાવાદમાં પ્રારંભિક તબક્કે મ્યુનિ.ના કોર્પોરેશન કોરોનાના સંક્રમણને રોકવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરી વિરોધપક્ષ કોંગ્રેસે આ અંગે પારદર્શક રીતે ચર્ચા કરવા મ્યુનિ. બોર્ડની ખાસ રેકવિઝિશન સભા બોલાવવાની માંગણી કરી છે. 17મી માર્ચે પહેલો કેસ નોંધાયા બાદ સત્તાવાળાઓની ઘોર બેદરકારીના કારણે અમદાવાદ હોટસ્પોટ બની ગયું છે.

આ અંગે વિરોધપક્ષના નેતા દિનેશ શર્માએ જણાવ્યું હતું કે દેશમાં સંક્રમણ શરૂ થઈ ગયા બાદ અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પનો કાર્યક્રમ યોજાયો હતો. બાદમાં પણ લોગાર્ડન હેપ્પી સ્ટ્રીટનું લોકાર્પણ, ઈ-બાઈકનું કમિશનરે કરેલું ઉદઘાટન વગેરે કાર્યક્રમોમાં પણ ભીડ ભેગી કરાઈ હતી.

શરૂઆતમાં અમદાવાદ એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, એસટી સ્ટેન્ડ વગેરે ખાતે સ્ક્રીનીંગ કરાતું ના હતું. કેટલાંક વિદેશીઓ દિલ્હી કે મુંબઈ ઉતરીને ટ્રેઈન કે ડોમેસ્ટીક વિમાની સેવા દ્વારા અમદાવાદમાં આવી ગયા હતા અને તેમને કોઈએ ક્વોરેન્ટાઈન પણ કર્યા ના હતા.

કોરોના સામે લડવા માટે (1) મહત્તમ સેમ્પલો લઈ ટેસ્ટીંગ કરવું અને સતત તેમાં વધારો કરવો (2) સ્વસ્થ લોકોને સંક્રમણથી બચાવવા અને લોકડાઉનનો કડક અમલ કરાવવો (3) કોરોના પોઝીટિવ દર્દીઓને ઉત્તમ કક્ષાની સારવાર આપી સાજા કરવા જેવા મહત્ત્વના તબક્કામાં બેદરકારી સેવવામાં આવી છે.

17મી માર્ચથી 17મી એપ્રિલ દરમ્યાન એગ્રેસીવ ટેસ્ટીંગની ગુલબાંગો પોકારાતી હતી, પણ કેસો વધવા માંડયા તેની સાથે જ એપ્રિલનો અંત આવતા સુધીમાં ટેસ્ટીંગની સંખ્યા ઓછી કરી દેવાઈ હતી.

એપ્રિલના પહેલા અઠવાડિયામાં 1006 સેમ્પલ લેવાયા હતા, તેની સામે 54 રિપોર્ટ પોઝીટિવ આવ્યા હતા. જ્યારે બીજા સપ્તાહમાં 5125 સામે 241, ત્રીજા સપ્તાહમાં 7808 સામે 678 પોઝીટિવ આવ્યા હતા. ચોથા સપ્તાહમાં ટેસ્ટ ઘટાડી 4281 કરાયા હતા જેની

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.