અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ : નવા 53 સાથે દર્દીઓનો આંકડો 373ને આંબી ગયો

– ગુલઈ ટેકરાના ગીચ વિસ્તારમાંથી મ્યુનિ.એ 200 સેમ્પલ લીધા

– મધ્યઝોન અને દક્ષિણઝોન બાદ હોટ-સ્પોટ બની રહેલો પશ્ચિમ વિસ્તાર

અમદાવાદમાં કોરોનાના આજે નવા ૫૩ સાથે દર્દીઓની કુલ સંખ્યા ૩૭૩ના આંકડાને આંબી ગઈ છે. જેમાં ૨૭ પુરૂષ અને ૨૬ મહિલાઓનો સમાવેશ થવા જાય છે. શહેરમાં પશ્ચિમઝોન સહિત અન્ય નવા વિસ્તારોમાં દર્દીઓ નોંધાવાનું શરૂ થતાં આગામી દિવસોમાં દર્દીઓ વધશે તેમ જણાય છે. મ્યુનિ.ના હેલ્થ વિભાગે આજે પશ્ચિમઝોનમાં ગુલબાઈ ટેકરાની ગીચ અને વિશાળ ઝુંપડપટ્ટી પર તેનું ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.

અમદાવાદમાં મધ્યઝોન અને દક્ષિણઝોનના હોટ-સ્પોટ બાદ સમૃદ્ધ ગણાતો પશ્ચિમઝોનનો વિસ્તાર ઝપટમાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં આ ઝોનમાં ૪૩ દર્દીઓ નોંધાઈ ચુક્યા છે. મધ્યઝોનનો આજે સવારનો આંકડો ૧૪૭ને અને દક્ષિણઝોનનો આંકડો ૧૦૪ને આંબી ગયો છે. એમાં પણ પશ્ચિમઝોનમાં ગુલબાઈ ટેકરાની ગીચ ઝુંપડપટ્ટીમાં કેસ નોંધાતા હેલ્થ ખાતાની ઉંઘ ઉડી ગઈ છે. મુંબઈમાં ધારાવીની ઝુંપડપટ્ટીમાં કેસ નોંધાયો ત્યારે ત્યાંના સત્તાવાળાઓ ચિંતામાં મુકાઈ ગયા હતા, તે જ સ્થિતિ આજે અમદાવાદ મ્યુનિ.ના સત્તાવાળાઓની થઈ છે.

દરમ્યાનમાં ગુલબાઈ ટેકરાં ગયેલી હેલ્થ વિભાગની ટીમોએ પોઝિટીવ દર્દીની આસપાસ રહેતાં અને તેના સંપર્કમાં આવેલાં ૨૦૦ લોકોના સેમ્પલ લીધા છે. એવી જ રીતે મોટેરાના છાપરામાંથી ૧૦૦ અને બહેરામપુરા – જમાલપુરના જ્યાં કેસ હતાં તે છાપરાંમાંથી ૩૦ના સેમ્પલ લીધાં છે. ઉપરાંત કોટ વિસ્તાર અને દાણીલીમડામાંથી ૭૧૯ ટીમોએ સર્વેક્ષણ દરમ્યાન વધુ ૫૩૯ના સેમ્પલ લીધા છે. અગાઉના સેમ્પલમાંથી હજુ ૮૬૩ના રિઝલ્ટ બાકી છે. બીજી તરફ હોમ ક્વોરેન્ટાઇન ૨૧૭૭, ક્વોરેન્ટાઇન સેન્ટરોમાં ૮૯૩ મળી કુલ ૩૦૭૦ લોકો કવોરેન્ટાઈનમાં છે. કલસ્ટર ક્વોરેન્ટાઈન કરાયેલાઓની સંખ્યા ૧૨૦૦૦થી વધુ છે.

દરમ્યાનમાં આજે ૧૦૦૦ બેડની સુવિધા સાથે સમરસ હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટર ઉભું કરાયું છે, તેનો કમિશનર વિજય નહેરાએ રાઉન્ડ લઈને ટૂંકમાં જ મેડિકલ સુવિધાથી સજ્જ કરાયેલાં આ કેર સેન્ટરનો દર્દીઓને રાખવા માટે ઉપયોગ શરૂ કરાશે તેમ તેમણે જણાવ્યું હતું. જોકે વી.એસ. હોસ્પિટલનું હાલ ધૂળ ખાતું ટ્રોમા સેન્ટર, એસવીપીના ખાલી પડેલાં ઉપરનાં ફલોર, સિવિલની ૧૨૦૦ બેડની સુસજ્જ હોસ્પિટલ વગેરે છોડીને હોસ્ટેલમાં કેમ હોસ્પિટલ ઉભી કરાઈ તે સવાલ અનુત્તર છે. જોકે આ કેર સેન્ટરમાં જેમને કોરોનાના લક્ષણો નથી અને રિપોર્ટ પોઝીટિવ છે, તેવા દર્દીઓને રખાશે તેમ જણાય છે.

સવારના ગાળાની સ્થિતિ

ઝોન

૧૩-૪-૨૦૨૦

સવારના

કુલ

સુધીના કેસ

આજના

મધ્યઝોન

૧૩૮

૦૯

૧૪૭

દક્ષિણઝોન

૯૦

૧૪

૧૦૪

ઉત્તરઝોન

૧૫

૦૦

૧૫

દક્ષિણપશ્ચિમ

૧૪

૦૦

૧૪

પશ્ચિમઝોન

૩૫

૦૮

૪૩

ઉત્તરપશ્ચિમ

૦૯

૦૦

૦૯

પૂર્વઝોન

૧૪

૦૦

૧૪

કુલ

૩૧૫

૩૧

૩૪૬

નોંધ : પાંચ દર્દી બોપલ, સનાથળ, કલોલના સાથે મળી ૩૫૧

SVPની આંકડાકીય સ્થિતિ

વિગત

અત્યાર સુધી

છેલ્લા ૨૪ કલાક

કુલ

શંકાસ્પદ દર્દી

૧૦૧૪

૫૬

૧૦૭૦

નેગેટિવ

૮૫૦

૪૩

૮૯૩

પોઝિટિવ

૧૭

૧૩

૧૫૦

પેન્ડીંગ

૨૭

૨૭

૨૭

મૃત્યુ

૦૬

૦૦

૦૬

નોંધ :- SVPમાં સેમ્પલ ટેસ્ટીંગ ૭૩૨ – પોઝીટિવ ૬૩, નેગેટિવ ૬૬૪, પેન્ડીંગ ૦૫

દક્ષિણ ઝોનમાં વોર્ડ વાઇઝ કેટલા કેસ

મણીનગર

૦૯

બહેરામપુરા

૨૯

દાણીલીમડા

૫૧

ઇન્દ્રપુરી

૦૨

વટવા

૦૯

ઇસનપુર

૦૧

લાંભા

૦૩

ખોખરા

૦૦

કુલ

૧૦૧

ત્રણ બાળકીઓ પણ કોરોનાની ઝપટમાં

કોરોનાના આજે નોંધાયેલા દર્દીઓમાં સૌથી આઘાત લાગે એવી બાબત એ છે કે ત્રણ નાની બાળકીઓ પણ ઝપટમાં આવી ગઈ છે. જેમાં સફી મંજીલની એક બાળકી તો માત્ર એક વર્ષની જ છે, જ્યારે બીજી બાળકી ૭ વર્ષની છે. જ્યારે નવરંગપુરાના નોંધાયેલા ૬ દર્દીઓમાં પણ ૮ વર્ષની નાનકડી બાળકીનો સમાવેશ થવા જાય છે. આ પહેલા પણ કેટલાક બાળકો નોંધાઈ ચૂકયા છે. સૌથી વધુ કેર લેવાની બાળકોની હોવાનું જણાય છે.

કયા વિસ્તારમાં કેટલા દર્દી નોંધાયા

વિસ્તાર

જાતિ

ઉંમર

(૧)

માણેકચોક, નાગજીભૂદરની પોળ

પુરૂષ

૩૮

(૨)

માણેકચોક, નાગજીભૂદરની પોળ

સ્ત્રી

૨૮

(૩)

માણેકચોક, મંકોડીની પોળ

પુરૂષ

૬૪

(૪)

માણેકચોક, મંકોડીની પોળ

પુરૂષ

૫૫

(૫)

માણેકચોક, મંકોડીની પોળ

સ્ત્રી

૮૦

(૬)

દરિયાપુર, બલુચાવાડ

પુરૂષ

૪૯

(૭)

દરિયાપુર, બલુચાવાડ

સ્ત્રી

૪૦

(૮)

દરિયાપુર, ટીંબાપોળ

પુરૂષ

૪૫

(૯)

સૈયદવાડા, મારવાડાની પોળ

સ્ત્રી

૩૧

(૧૦)

પંજાબી હોલ, આસ્થાકૃપા ફલેટ

સ્ત્રી

૪૩

(૧૧)

નવરંગપુરા, એ-૧૩, સહકાર નિલકંઠ સોસા.

સ્ત્રી

૪૪

(૧૨)

નવરંગપુરા, એ-૧૩, સહકાર નિલકંઠ સોસા.

પુરૂષ

૫૨

(૧૩)

નવરંગપુરા, એ-૧૩, સહકાર નિલકંઠ સોસા.

સ્ત્રી

૩૦

(૧૪)

નવરંગપુરા, એ-૧૩, સહકાર નિલકંઠ સોસા.

બાળકી

૦૮

(૧૫)

નવરંગપુરા, એ-૧૩, સહકાર નિલકંઠ સોસા.

સ્ત્રી

૫૮

(૧૬)

નવરંગપુરા, એ-૧૩, સહકાર નિલકંઠ સોસા.

પુરૂષ

૩૪

(૧૭)

વટવા, સૈયદવાડી

સ્ત્રી

૫૫

(૧૮)

દાણીલીમડા, ટી-૧ સફી મંજીલ

પુરૂષ

૬૨

(૧૯)

દાણીલીમડા, ટી-૧ સફી મંજીલ

પુરૂષ

૩૦

(૨૦)

દાણીલીમડા, ટી-૧ સફી મંજીલ

સ્ત્રી

૨૫

(૨૧)

દાણીલીમડા, ટી-૧ સફી મંજીલ

સ્ત્રી

૨૫

(૨૨)

દાણીલીમડા, ટી-૧ સફી મંજીલ

બાળકી

૦૧

(૨૩)

દાણીલીમડા, ટી-૧ સફી મંજીલ

સ્ત્રી

૩૨

(૨૪)

દાણીલીમડા, ટી-૧ સફી મંજીલ

બાળકી

૦૭

(૨૫)

દાણીલીમડા, ટી-૧ સફી મંજીલ

બાળકી

૧૦

(૨૬)

દાણીલીમડા, ટી-૧ સફી મંજીલ

સ્ત્રી

૩૫

(૨૭)

દાણીલીમડા, ટી-૧ સફી મંજીલ

સ્ત્રી

૨૭

(૨૮)

બહેરામપુરા, દુધવાળી ચાલી

સ્ત્રી

૪૮

(૨૯)

શાહઆલમ, માઝ એપાર્ટમેન્ટ

યુવક

૧૯

(૩૦)

આંબાવાડી, પોચી બ્રિઝ

પુરૂષ

૩૨

(૩૧)

વટવા, ગોધાવીવાસ

સ્ત્રી

૪૦

(૩૨)

કાલુપુર મો. મસ્જીદ

પુરૂષ

૩૫

(૩૩)

કાલુપુર મસ્જીદ

સ્ત્રી

૩૮

(૩૪)

કાલુપુર મસ્જીદ

પુરૂષ

૩૨

(૩૫)

દિલ્હી ચકલા, જમાહાર મહોલ્લો

પુરૂષ

૫૭

(૩૬)

કાલુપુર મસ્જીદ

યુવક

૨૪

(૩૭)

દાણીલીમડા શકિત સોસા.

સ્ત્રી

૩૨

(૩૮)

મણીનગર, ઇશ્વરનગર

પુરૂષ

૪૭

(૩૯)

થલતેજ, દિપવિલા

પુરૂષ

૯૨

(૪૦)

મણીનગર, સ્નેહ સરિતા

સ્ત્રી

૪૯

(૪૧)

જમાલપુર, બેચર ભૂઆની પોળ

પુરૂષ

૬૮

(૪૨)

નરોડા, હરિદર્શન

પુરૂષ

૨૪

(૪૩)

જુહાપુરા, સંકલિતનગર

સ્ત્રી

૨૩

(૪૪)

નિકોલ, સુર્યનારાયણ સોસા.

પુરૂષ

૬૬

(૪૫)

નિકોલ, સુર્યનારાયણ સોસા.

સ્ત્રી

૬૬

(૪૬)

ગોતા

સ્ત્રી

૨૮

(૪૭)

બહેરામપુરા, દુધવાળી ચાલી

પુરૂષ

૨૩

(૪૮)

રખિયાલ

પુરૂષ

૫૭

(૪૯)

આસ્ટોડિયા

પુરૂષ

૨૯

(૫૦)

જમાલપુર

સ્ત્રી

46

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.