– શ્રેય હોસ્પિટલના ICU વોર્ડમાં લાગી આગ
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 ડેઝિગ્નેટેડ શ્રેય હોસ્પિટલમાં ગત મોડી રાતે 3 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી હતી. અચાનક ફાટી નીકળેલી આગને પગલે દોડધામ મચી જવા પામી હતી.
જો કે, આ હોનારતમાં કોરોનાના દર્દી એવા 5 પુરૂષ અને 3 મહિલા સહિત કુલ 8 દર્દીના મોત થયાનું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળ્યું છે. આ સાથે જ એવું પણ મનાય છે કે, આ આગ શોર્ટસર્કિટને કારણે લાગી હતી. જોકે ફાયર વિભાગ આ અંગે તપાસ કરી રહ્યું છે. આ હોસ્પિટલને ફાયરનું એનઓસી મળ્યું હતું કે કેમ તે પણ તપાસનો વિષય છે.
મળતી માહિતી મુજબ રાત્રે 3 વાગે આગ લાગી હતી. આગના કારણની તપાસ ચાલુ છે. આ હોસ્પિટલમાં કુલ 49 લોકો દાખલ હતાં. આઈસીયુમાં દાખલ 8 લોકોના મોત થયા છે. મૃતકોમાં 5 પુરૂષો અને 3 મહિલા સામેલ છે. જ્યારે 41ને એસવીપી હોસ્પિટલમાં ખસેડાયા છે.
મૃતકોના નામ આ પ્રમાણે છે
1. આયેશાબેન તિમીજી
2. મનુભાઈ રામી
3. જ્યોતિબેન સિંધી
4. અરવિંદભાઈ ભાવસાર
5. નરેન્દ્રભાઈ શાહ
6. લીલાવતીબેન શાહ
7. નવીનલાલ શાહ
8. આરિફભાઈ મન્સુરી
નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં આજે સવારે આગ લાગી હતી. જેમાં કોરોનાની સારવાર લઈ રહેલા આઠ દર્દીના મોત નીપજ્યા હતા.
ચોંકાવનારી વાત તો એ છે કે કોવિડ હોસ્પિટલના પાંચમા માળનું બાંધકામ ગેરકાયદેસર હતું તેમજ બેઝમેન્ટમાં આવેલી કેન્ટીન પણ ગેરકાયદેસર હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.