અમદાવાદ ક્રાઇમ બ્રાંચના મહિલા ACP મીની જોસેફે કોરોનાને મ્હાત આપી સ્વસ્થ ગયા

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત્ જોવામ મળી રહ્યો છે. જો કે રાજ્યમાં કોરોના યોદ્ધાઓમાં પોઝિટિવ રિપોર્ટ આવતાં ચિંતાનું કારણ જોવા મળી રહ્યું છે. રાજ્યના પોલીસ, ડોકટર તેમજ મેડિકલ કર્મીઓમાં કોરોના પોઝિટિવ જોવા મળતા ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરના ક્રાઇમ બ્રાંચના મહિલા ACPમાં કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સંદર્ભે આજે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના મહિલા ACPએ કોરોનાને મ્હાત આપી દીધી છે. અમદાવાદના મહિલા ACP મીની જોસેફને SVPમાંથી ડિસ્ચાર્જ કરાયા છે અને તેઓ સ્વસ્થ થઈને પોતાના ઘરે પાછા ફર્યા છે.

તમને જણાવીએ કે, અમદાવાદ શહેરના ક્રાઇમ બ્રાંચના અધિકારીમાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શહેરના ક્રાઇમ બ્રાંચના મહિલા ACP મીની જોસેફનો રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ વ્યાપેલો હતો. ત્યારબાદ તેમને SVP હોસ્પિટલમં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. જો કે ક્રાઇમ બ્રાંચની મહિલા ACP અધિકારીમાં કોરોના પોઝિટિવ આવતાં પોલીસ વિભાગની ચિંતામાં વધારો જોવા મળ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.