અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતી મહિલા પીએસઆઈને 20 લાખની લાંચ લેવાનુ ભારે પડી ગયું છે. એસઓજીએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી કોર્ટમાં 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આરોપીના ઘરે, વતનમાં, લાંચની રકમ માટે રિમાન્ડ માંગવામાં આવ્યા છે. આરોપી અને તેના સગાની બેંક ડિટેઈલની તપાસ જરૂરી હોવાનું પોલીસે જણાવ્યું છે. અગાઉ કોઈ જગ્યાએથી પૈસા લીધા છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે.
દુષ્કર્મનાં આરોપીને પાસામાં પુરી દેવાની ધમકી પીએસઆઈ શ્વેતા જાડેજાને ભારે પડી ગઈ છે. લોકોને લોકઅપમાં પૂરતી પીએસઆઈ શ્વેતા જાડેજા હવે ખુદ પોલીસ સંકજામાં આવી ગઈ છે. એસઓજીએ કોર્ટમાં 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જો કે, કોર્ટે 3 દિવસનાં જ રિમાન્ડ મંજૂર કર્યા હતા. લાંચમાં લીધેલા રુપિયા મેળવવા માટે રિમાન્ડની માગ કરાઈ હતી.
મહિલા પીએસઆઈ મુળ કેશોદની ત્યાં પણ તપાસ જરુરી છે. કેસમાં અન્ય કોણ કોણ આરોપી છે તેની પુછપરછ થશે. મહિલા પીએસઆઈના બેંક સ્ટેટમેન્ટની તપાસ થશે. કરપ્સનનો ગુનો હોઈ એસીબી તપાસમાં ઝંપલાવે તેવી શકયતા છે.
ઘટનાના બેકગ્રાઉન્ડમાં જઈએ તો 2017માં પશ્વિમ મહિલા પોલીસ સ્ટેશનમાં નરોડા વિસ્તારમાં આવેલી જીએસપી કોપ સાઈન્સ પ્રા.લિના એમડી કેનલ શાહ સામે દુષ્કર્મની ફરિયાદ નોધાઈ હતી. બાદમાં બીજી ફરિયાદ પણ નોધાઈ હતી જેમાં એક ફરિયાદી મહિલા તેની પીએ હતી જયારે બીજી મહિલા ઈવેન્ટ ઓર્ગેનાઈઝર. જેની એક ફરિયાદની તપાસ કરનાર મહિલા પી.એસ.આઈ.શ્વેતા જાડેજા અને બીજી ફરિયાદની તપાસ એસીપી ક્રાઈમ મીની જોસેફ કરતાં હતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.