અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા અમદાવાદમાં જે ઝુપડીઓની સામે દિવાલ બનાવવામાં આવી હતી, ત્યાં ભૂખ હડતાલ શરૂ થઈ ગઈ છે. કેરળની સોશિયલ વર્કર અશ્વતી જ્વાલાએ શરણીવ્યાસ સ્લમની સામે બનેલી દિવાલની પાસે ભૂખ હડતાલની શરૂઆત કરી દીધી છે. જ્વાલા એક સામાજિક સંગઠન ચલાવે છે, જે વિસ્થાપિત અને વૃદ્ધ લોકોને ભોજન અને રહેવાની સગવડ કરાવી આપે છે.
ભૂખ હડતાલ વિશે જ્વાલાનું કહેવું છે કે, તેણે ન્યૂઝપેપરો દ્વારા ઝુપડાઓ છુપાવવા માટે ગુજરાત સરકાર તરફથી બનાવવામાં આવી રહેલી 600 મીટરની દિવાલ વિશે વાંચ્યું. મને તે વાંચી ઝટકો લાગ્યો. ત્યાર બાદ ઝુપડાઓના સમર્થનમાં મેં હડતાલ કરવાનો નિર્ણય લીધો.
જ્વાલાએ ત્યાંના લોકોની મુલાકાત કરી અને જાણ્યું કે, પોલીસે ઝુપડામાં રહેનારા લોકોને ડરાવ્યા છે. તેનું કહેવું છે કે, સરકાર આ લોકોની સાથે જે કરી રહી છે તે અત્યાચાર જ છે. સરકારે અહીં રહેનારા લોકોને ફરી આ સ્થળે વસાવવા જોઈએ.જણાવી દઈએ કે, અમદાવાદ પાલિકાએ ટ્રમ્પની મુલાકાત પહેલા મોટેરા સ્ટેડિયમની પાસે રહેનારા લગભગ 45 પરિવારોને જગ્યા ખાલી કરવાની નોટિસ આપી હતી. ત્યાર બાદ ત્યાં રહેનારા લોકોના માટે રહેવાનું સંકટ આવી ગયું. જોકે, AMCનું કહેવું છે કે, આ નોટિસનું ટ્રમ્પની મુલાકાત સાથે કોઈ લેવાદેવા નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.