અમદાવાદના મ્યુનિસિપલ કમિશર વિજય નેહરાએ આજે પોતાના પોતાના ફેસબુક લાઇવમાં જણાવ્યું છે કે ગુજરાત સરકારે દુકાનો ખોલવાની મંજૂરી ભલે આપી દીધી, પરંતુ અમદાવાદમાં ત્રીજી મે સુધી એટલે કે લોકડાઉન પૂરું ના થાય ત્યાં સુધી જીવનજરુરી ચીજવસ્તુઓ સિવાયની દુકાનો બંધ જ રહેશે. તેમણે માહિતી આપી છે કે આ વિશેની સૂચના પોલીસને પણ આપી દેવાઈ છે. જોકે, જે લોકો દુકાન ચાલુ રાખવા માગતા હોય તેમણે કોર્પોરેશનનો સંપર્ક કરવાનો રહેશે.
વિજય નેહરાના આ નિર્ણયને લોકોએ સોશિયલ મીડિયામાં વધાવી લીધો હતો. લોકોએ સોશિયલ મીડિયામાં તેમના વખાણ કરીને ભરપુર ટેકો પણ આપ્યો હતો. વિજય નેહરાએ જણાવ્યું હતું કે, જેમને દુકાન ખોલવી હોય તેઓ માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરે છે કે નહીં તે સુનિશ્ચિત કરવા કોર્પોરેશનની ટીમ તેના પર નજર રાખશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.