અમદાવાદ: મંગળવારે ઈન્કમટેક્સ વિભાગના 134 અધિકારીની જુદી-જુદી ટીમોએ પ્રહલાદનગર, કાલુપુર, એસજી હાઈવે, મકરબામાં કાપડના ત્રણ વેપારી, 6 જમીન દલાલો અને ફાયનાન્સરના 16 સ્થળે સાગમટે દરોડા પાડી 7 કરોડ રોકડા જપ્ત કર્યા હતા. આઈટી વિભાગે સર્ચમાં 1 કરોડનું સોનું અને 13 બેન્ક લોકર પણ પકડ્યા છે. લેડીઝ ડ્રેસ મટીરિયલનું ઉત્પાદન, વેચાણ અને નિકાસ કરતાં કાપડના વેપારી ડ્રેસ મટીરિયલની કિંમત ચોપડે ઓછી બતાવતા અને અંડરઈનવોઈસિંગથી કરોડોની ટેક્સ ચોરી કરતા હતા.
ઈન્કમટેક્સે પાડેલા દરોડામાં મુખ્ય ફાયનાન્સર શિવકુમાર ગોગિયા
ટેક્સ ચોરીની આ રકમ તેઓ જમીન દલાલો અને ફાયનાન્સરને આપતા હતા. જમીન દલાલો તેમજ ફાયનાન્સર આ રકમ જમીનો તેમજ ફ્લેટમાં રોકી પછીથી તેનું વેચાણ કરી કરોડોની કમાણી કરી લેતા હતા. ઈન્કમટેક્સે પાડેલા દરોડામાં મુખ્ય ફાયનાન્સર શિવકુમાર ગોગિયા છે. તેમની ઓફિસ સફલ-3માં શિવાલી ટેક્સટાઈલના નામે આવેલી છે. ગોગિયા ટેક્સ ચોરીમાંથી થતી કરોડોની આવક જમીન દલાલ રામભાઈ ભરવાડને આપતા હતા અને રામભાઈ તેમજ તેમના મળતિયા આ રકમથી જમીનો ખરીદવા ઉપરાંત બિલ્ડરોને ફાયનાન્સ થતું હતું.
દરોડામાં ફાયનાન્સર સુરેશ ઠક્કર પાસેથી રોકડા રૂ.અઢી કરોડ અને ધવલ તેલી પાસેથી રોકડા રૂ.4.30 કરોડ પકડાયા હતા. ઈન્કમટેક્સે આ ઉપરાંત કરોડોની કરચોરીના દસ્તાવેજો, સિંધી ભાષામાં લખેલી કેટલીક કાચી ચિઠ્ઠી જ્યારે બ્રોકરો પાસેથી ગુજરાતીમાં લખેલા હિસાબો અને ડીજિટલ ડેટા કબજે કર્યો હતો.
લેડીઝ ડ્રેસ મટીરિયલના વેપારી શિવકુમાર ગોગિયા, મોહનલાલ મગરાણી, વિજયકુમાર મગરાણી ડ્રેસના વેચાણ-નિકાસમાં અંડર ઈનવોઈસિંગ કરી કાળું નાણું જનરેટ કરતાં.
જમીન કે ફ્લેટના વેચાણના કરોડોમાંથી પોતાનો હિસ્સો કાઢી લઈ દલાલો બાકીની રકમ વેપારીઓને રોકડમાં ટ્રાન્સફર કરતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.