અમદાવાદ જિલ્લામાં બર્ડ ફલૂની એન્ટ્રી થઈ છે. સોલા વિસ્તારમાં બર્ડ ફલૂનો કેસ નોંધાયો છે. બર્ડ ફ્લૂના કેસથી સમગ્ર વિસ્તારમાં દહેશત વ્યાપી ગઈ છે. સોલા ખાતેના મરઘા ફાર્મમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદ કલેક્ટરે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.
બર્ડ ફ્લૂને એવિયન ઇન્ફ્લૂએન્ઝા પણ કહેવામાં આવે છે. આ એક પ્રકારનું વાયરલ ઇન્ફેકશન છે. બર્ડ ફ્લૂ આમ તો અનેક પ્રકાર છે પરંતુ (H5N1) પહેલો એવો વાયરસ હતો, જેનાથી પહેલી વખત વ્યક્તિ સંક્રમિત થઇ હતી. તેનો પહેલો કેસ 1997માં હોંગકોંગમાં સામે આવ્યો હતો. આ બીમારી સંક્રમિત પક્ષીના મળ, લાળ અને આંખમાંથી નીકળતા પાણીના સંપર્કમાં આવવાથી થાચ છે.
મરઘા પાલનનો વ્યવસાય કરતા લોકો બર્ડ ફ્લૂથી સૌથી વધુ સંક્રમિત થઇ શકે છે. કાચું કે અડધુ પાકેલું ઇંડુ ખાવાથી આ ફ્લૂના સંક્રમણનો ભય રહે છે. સંક્રમિત પક્ષીના વિસ્તારમાં જવાથી પણ સંક્રમણનું જોખમ રહે છે.
બર્ડ ફ્લૂના લક્ષણોમાં ગળામાં ખરાશ, નાક બંધ થઇ જવું, થાક લાગવો, ઠંડી લાગવી, તાવ આવવો, સાંધામાં દુખાવો થવો અને છાતીમાં દુઃખાવો થવો છે.
હાલ બર્ડ ફ્લૂનું સંક્રમણ કેટલાક રાજ્યોમાં જણાઇ રહ્યું છે ત્યારે આગમચેતી પગલારૂપે ચિકન ઇંડા ખાવાનું બંધ કરવું, વારંવાર હાથ ધોતા રહેવું, પક્ષીઓથી દૂર રહેવું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.