અમદાવાદમાં લોકડાઉન છતાં દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. રાયખડ ઓપેરા હાઉસ ખાતે આવેલી કાદરીની ચાલીમાં દારૂ પીવા લાઇન લાગી હતી. પોલીસે દરોડો પાડીને મહિલા બુટલેગર પાસેથી 10 લિટર દારૂ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં લોક ડાઉનલોડનો કડક અમલ કરવા માટે પોલીસે ખાનગી વાહનોની અવર જવર પર આજથી પ્રતિબંધ મૂકી દીધો છે, ત્યારે ગાયકવાડ હવેલી વિસ્તારમાં દારૂના અડ્ડા પર લાગી હોવાના મેસેજ આધારે પોલીસે દરોડો પાડીને રાયખડ ઓપેરા હાઉસ પાસે આવેલી કાદરીની ચાલીમાં ભારતીબેન ક્રિશ્ચયનના ત્યાં પોલીસે દરોડો પાડીને દેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. આ બનાવ અંગે અનિરૂદ્ધ સિંહ પ્રતાપસિંહે મહિલા બુટલેગર સામે ફરિયાદ નોંધાવી :
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.