ગત ડિસેમ્બર મહિનામાં રાજ્ય સરકારે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત નિયમમાંથી થોડી રાહત આપી હતી. પરંતુ, અમદાવાદ શહેરમાં સમયાંતરે થતી ડ્રાઈવ અને ચેકિંગને પગલે ગત વર્ષે અમદાવાદીઓએ કુલ રૂ. 7.24 કરોડ દંડ હેલ્મેટ ન પહેરવા બદલ ભર્યો છે. આ પરથી એવું લાગે છે કે, તેઓ દંડ આપવા તૈયાર છે પણ હેલ્મેટ પહેરવું નથી. છેલ્લા ચાર વર્ષથી જુદા જુદા વિસ્તારમાં ટ્રાફિક સેફ્ટિ માટે અભિયાન ચલાવવામાં આવે છે. પરંતુ, હેલ્મેટ ન પહેરીને અમદાવાદીઓ આર્થિક દંડ ભોગવી રહ્યા છે.
ગત વર્ષ 2019માં શહેરમાંથી હેલ્મેટ ન હોય અને વાહન ચલાવતા હોય એવા કુલ 6.29 લાખ કેસ ચોપડે નોંધાયેલા છે. આ લોકો પાસેથી કુલ રૂ.7.24 કરોડ રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. કુલ નોંધાયેલા દંડ 23.15 કરોડની સામે તે અંક 31 ટકા જેટલી કહી શકાય છે. જોકે, 2018ની તુલનામાં ગત વર્ષે ટ્રાફિક નિયમોને તોડનારાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. નવા નિયમ અનુસાર સીટ બેલ્ટ ન બાંધનારા લોકો પાસેથી રૂ. 100 વસુલવામાં આવ્યા હતા. જે વધારીને રૂ.500 કરી દેવામાં આવ્યા છે. વર્ષ 2018માં ટ્રાફિક પોલીસે 6.55 લાખ ચોપડે નોંધ્યા હતા. જેની સામે કુલ 6.55 કરોડનો દંડ વસુલવામાં આવ્યો હતો.
જ્યારે વર્ષ 2016માં પોલીસ ચોપડે 3.78 લાખ કેસ નોંધાયેલા હતા જેની સામે પોલીસે 3.29 કરોડનો દંડ વસુલ કર્યો છે. ટ્રાફિક પોલીસ અનેક વખત અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં સરપ્રાઈઝ ડ્રાઈવ ચલાવે છે. પરંતુ, પછીથી સ્થિતિ હતી એવી ને એવી થઈ જાય છે. આ મુદ્દે ટ્રાફિક પોલીસના ઉચ્ચ અઘિકારી ડીસીપી અજિત રાજૈએ જણાવ્યુ હતું કે, ટ્રાફિક નિયમ તોડનારાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે પણ લોકોને હેલ્મેટ અને સીટબેલ્ટની આદત પડે એ અનિવાર્ય છે. ઘણી વખત વાળ વિખાય જવાના, માથું દુખવાના તેમજ વિઝનમાં મુશ્કેલી ઊભી થવાના કારણો આપતા હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.