અમદાવાદમાં કોરોના (Corona) ના કુલ કેસનો આંક હવે 10 હજારને પાર થઇ ગયો છે. આ સાથે જ અમદાવાદ હવે મુંબઇ બાદ દેશનો માત્ર બીજો એવો જિલ્લો બની ગયો છે જ્યાં 10 હજારથી વધુ કેસ નોંધાયા હોય. મુંબઇમાં 28817 કેસ નોંધાઇ ચૂક્યા છે. એક જ જિલ્લામાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં તામિલનાડુનું ચેન્નાઇ 9995 સાથે ત્રીજા સ્થાને છે.
ગુજરાતમાં Coronaના કુલ 13669 કેસ
ગુજરાતમાં કોરોનાના કુલ 13669 કેસ નોંધાયા છે અને આ પૈકીના 73.17% માત્ર અમદાવાદમાંથી જ છે. જેના ઉપરથી જ અમદાવાદમાં કોરોનાને લઇને સ્થિતિ કેટલી ગંભીર છે તેનો તાગ મેળવી શકાય છે. અમદાવાદમાં કોરોનાને લીધે મૃત્યુઆંકમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 18 દિવસમાં માત્ર અમદાવાદમાંથી જ 379 વ્યક્તિના મૃત્યુ થયા છે. આ સાથે જ અમદાવાદમાં કોરોનાને લીધેનો કુલ મૃત્યુઆંક 669 થઇ ગયો છે.
5 મે સુધી અમદાવાદમાં 4424 કેસ હતા
5 મે સુધી અમદાવાદમાં 4424 કેસ હતા. જ્યારે અમદાવાદમાં 8 મેના કુલ કેસનો આંક પાંચ હજારે 23 મેના 10 હજારે પહોંચ્યો છે. આમ, અમદાવાદમાં હાલ કોરોનાના કેસનો ડબલિંગ રેટ 15 દિવસનો થઇ ગયો છે. હાલ અમદાવાદમાં કુલ 10,001 કેસમાંથી 5468 કેસ એક્ટિવ છે જ્યારે 3864 વ્યક્તિ સાજી થઇ ગઇ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.