અમદાવાદ મહિલા કૉંગ્રેસની ‘તપેલી રેલી’, ટ્રાફિકના નવા કાયદાનો વિરોધ કર્યો

રાજ્યમાં આગામી દિવસોમાં અમલ થનારા મોટર વ્હિકલ ઍક્ચના નવા કાયદાના વિરોધમાં મહિલા કૉંગ્રેસ દ્વારા તપેલી પહેરીને એક બાઇક રેલી યોજવામાં આવી હતી. મહિલા કૉંગ્રેસનાં કાર્યકરોએ ‘તપેલી રેલી’ યોજી અને ટ્રાફિકના નવા નિયમોનો વિરોધ કર્યો હતો.

મહિલા કૉંગ્રેસ દ્વારા આજે RTOમાં રેલી યોજી અને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 16મી સપ્ટેમ્બરે મોટર વ્હિકલ ઍક્ટના નવા કાયદાનો અમલ શરૂ થયો હતો. આ કાયદામાં ભારે દંડની જોગવાઈ સામે નાગરિકો અને કૉંગ્રેસ મેદાને છે

મહિલા કૉંગ્રેસે સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. મહિલાઓ કાર્યકર્તાઓએ રાજ્યવ્યાપી કાર્યક્રમના માધ્યમથી રેલી યોજી અને આવેદન પત્ર આપવામાં આવ્યા છે. આજે મહિલા કૉંગ્રેસ દ્વારા અમદાવાદ-ગાંધીનગર અને બરોડામાં મહિલા કૉંગ્રેસ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

મહિલા કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગાયત્ર બાએ જણાવ્યું, ‘નવા મોટર વ્હિકલ ઍક્ટના નિયમોથી પ્રજા ભયભીત છે. સરકાર પોતાની તિજોરીને ભરવા માટે પ્રજાને લૂંટી રહી છે. સરકારે આર.ટી.ઓ કચેરીઓને 51,00 કરોડના દંડ ઉઘરાવવાનું લક્ષ્યાંક આપવામાં આવેલું છે. સરકારે આજે જ આ પરિપત્ર રદ કરે, શહેરોમાં હેલ્મેટના કાયદાને રદ કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.