ગુજરાતમાં કોરોનાનું હોટસ્પોટ હવે અમદાવાદથી સુરત બની રહ્યું છે. રોજે રોજ કેસ વધી રહ્યાં છે ત્યારે સુરતમાં પણ કોરોના કાબૂમાં લેવા અમદાવાદ મોડલ મુજબ કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ રાજ્યના આરોગ્ય કમિશનર પણ સુરતમાં જ કેમ્પ કરીને કોરોના કાબૂમાં લેવા પ્રયાસો કરી રહ્યા હોવાનું ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલએ જણાવ્યું છે.
સુરતમાં ધનવંતરી રથ શરૂ કરાયા આરોગ્ય મંત્રી નીતિન પટેલએ જણાવ્યું હતું કે, કોરોનાના કેસો અમદાવાદમાં ઘટી રહ્યા છે, જયારે સુરતમાં છેલ્લા 7 દિવસથી પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ત્યારે તેને કાબૂમાં લેવા અમદાવાદ જેવું મોડેલ અપનાવી ધન્વંતરી રથ સહિતના ઉપાયો કરવામાં આવી રહ્યા છે.
સુરતમાં કોરોનાને અટકાવવા પ્રયાસ રાજ્યના આરોગ્ય કમિશનર પણ સુરતમાં જ રહીને કોરોનાને અટકાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા હોવાનું કહેતા નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, સદનસીબે ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા મુંબઇ, દિલ્હી કે તામિલનાડુ જેટલી નથી, ગુજરાતમાં કોરોનાને કાબૂમાં લેવા સફળતા પણ મળી રહી છે. સુરતમાં પણ છેલ્લા 7 દિવસમાં જે કેસો વધ્યા છે એ પણ 50-60 થી 100-125 જેટલા જ છે એટલે આરોગ્ય વિભાગ તેને કાબૂમાં લેવા કામ કરી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.